ગુજરાત

જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય

જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરીને ફરાર થયેલા બે શખ્સોને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે ચોક્કસ માહિતી મેળવીને જૂનાગઢ-કાલાવડ રૂટની એક એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા આ બંને નરાધમોને દબોચી લીધા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓએ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને એક અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં આ બંને શખ્સોએ બળજબરીપૂર્વક સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય કર્યા બાદ તેમણે સગીરાને આ અંગે કોઈને પણ ન જણાવવા માટે ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

આ ગંભીર ઘટના અંગે સગીરાના પરિવારે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગુપ્ત બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માહિતી મેળવી કે બંને આરોપીઓ જૂનાગઢ-કાલાવડ રૂટની એસ.ટી. બસમાં છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરીને બસને અટકાવી અને તેમાંથી જીજ્ઞેશ શાંતિલાલ પરમાર અને યશવંત ઉર્ફે ભોલો અમૃતલાલ કણજારીયા નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ઝડપી કાર્યવાહીથી જામનગર પોલીસે આરોપીઓને કાયદાના સકંજામાં લાવવામાં સફળતા મેળવી છે.

Related Posts