બાબરાના નિલવડા ગામે એક દુખદ ઘટના બની હતી. વાડીના શેઢે મૂકેલા ઈલેક્ટ્રિક શોર્ટથી પરિણીતાનું મૃત્યુ થયું હતું. દિવાળી ટાણે જ મહિલાના મોતથી શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ અંગે મુકેશભાઈ જાગાભાઈ મેટાળીયા (ઉ.વ.૪૦)એ યુવરાજભાઈ કાનાભાઈ નાગલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમના ખેતરમાં જંગલી પ્રાણી ન આવે તે માટે અને શોર્ટના કારણે માણસોના જીવ જાય તેવી જાણકારી હોવા છતાં ખેતરના શેઢે લોખંડનો જીણો તાર બાંધી ઈલેક્ટ્રિક શોર્ટ મુક્યો હતો. જે તારથી તેમના પત્ની દયાબેનને શોર્ટ લાગતાં મરણ પામ્યા હતા. બનાવ બાદ યુવરાજભાઈ તાર સંકેલી લીધો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પી આઈ એ એમ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.
બાબરાના નિલવડા ગામે ખેતરના શેઢે મૂકેલા વીજ શોકથી પરિણીતાનું મૃત્યુ


















Recent Comments