અમરેલી

અમરેલી શહેર ભાજપ દ્વારા ગુરુવારે રંગોળી સ્પર્ધા યોજાશે

અમરેલી શહેર ભાજપ દ્વારા ગુરુવાર, તા.૧૬-૧૦ના રોજ અમરેલીની કલા પ્રેમી મહિલાઓ માટે ખાસ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા જિલ્લા પંચાયત કચેરી ગ્રાઉન્ડ ખાતે સવારે ૮થી ૧૧ દરમિયાન યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે બુધવારે ૧૨ વાગ્યા સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધા બે કેટેગરી- (A) ઉંમર ૧ર થી ૧૮ (B) ઉંમર ૧૮ થી ઉપર માટે યોજાશે. નિયત સમય મુજબ રંગોળી ૨ કલાકમાં બનાવવાની રહેશે. ઝરી- આભલાનો ઉપયોગ થઈ શકશે. સ્પર્ધક કોઈ સહાયકની મદદ લઈ શકશે નહિ. રંગો તથા રંગોળી માટે જરૂરી સામાન સ્પર્ધકોએ પોતાની રીતે લાવવાનો રહેશે. સ્પર્ધકો જોઈને રંગોળી બનાવી શકશે. છાપણી અથવા ડાઈનો ઉપયોગ કરી શકાશે નહીં. અંતિમ નિર્ણય નિર્ણાયકોના રહેશે. દરેક સ્પર્ધકને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે સંપર્કઃ અલ્કાબેન ગોંડલીયા-૭૦૧૬૪ ૦૯૮૦૯, કોમલબેન રામાણી-૮૪૬૦૮ ૪૫૬૨૦, પ્રવિણાબેન રાઠોડ-૭૦૪૧૫ ૪૦૯૪૦, રેખાબેન પરમાર-૬૩૫૩૯ ૨૪૧૬૦, કિરણબેન પડાયા-૯૭૨૩૨ ૪૭૩૦૩, આરતીબેન અટારા-૮૧૪૧૧ ૩૯૩૪૫.

Related Posts