આજકાલ દિવાળીના તહેવારો હોય લોકો અવનવી ચીજવસ્તુઓની સતત ખરીદી કરવા માટે પ્રતિબધ્ધ હોય ત્યારે ઓનલાઈન માર્કેટમાં ઘણીવખત લોભામણી જાહેરાતો દ્વારા પોતાની પ્રોડક્ટ્સને વેચવા માટે ભ્રામક જાહેરાતો થતી હોય છે તો આવી બાબતોથી સતત ચેતીને ખરીદી કરવી. આ સંદર્ભ ખાસકરીને વેબસાઈટ, ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક જેવા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ જેવા માધ્યમો દ્વારા ઘણીવખત ચીજવસ્તુઓના વેચાણ અર્થે લોભામણી જાહેરાતો પણ થતી હોય છે. તો આવી લોભામણી જાહેરાતોના આકર્ષણમાં ન ફસાવું.. દિવાળી સમય દરમિયાન આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે. ઘણીવખત એમાં ફ્રોડની સંભાવના પણ રહેલી હોય છે. એટલે ચેતીને ચાલવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. હાલના સમયમાં જ સાવરકુંડલા વિસ્તારના એક બહેને આવી લલચામણી જાહેરાતમાં આવીને ઓનલાઈન પેમેન્ટ પણ કરી દીધું પરંતુ વારંવાર પેમેન્ટ મોકલવાની વાત થતાં અને છેલ્લે જેની પાસેથી ખરીદી કરવાની હતી તેણે કોમ્યુનિકેશન કરવાનું બંધ કરતાં એ બહેનને છેતરપિંડી થયાની લાગણી થતાં છેલ્લે સાયબર વિભાગમાં ફરિયાદ નોંધાવવાનું મન બનાવી લીધું.. જો કે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા પણ ગ્રાહક જાગૃતિ સંદર્ભે આવી માયાજાળમાં ન આવવું એ અર્થે જાગૃતિ સેમિનાર પણ યોજે છે. સાયબર સેલ પણ ઘણીવખત શાળા મહાશાળાઓમાં સેમિનાર યોજી ગ્રાહક જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે. અરે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પણ ફોનમાં જાગૃતિ સંદર્ભે રિંગટોન વગડાવીને લોકોને જાગૃત કરે છે. છતાં પણ છેતરપિંડીના આવા કિસ્સા બને છે..!!
હજુ પણ સમય છે. સમય વર્તે સાવધાન એ બાબતે સમય આવી ચૂક્યો છે હવે આવી લોભામણી લલચામણી જાહેરાતોથી બચીયે. ચલો આવી લોભામણી લાલચ છોડીને લોકલ ખરીદી કરીને શહેર કે ગામના અર્થતંત્રને મજબૂત કરીએ.
–પ્રસ્તુતિ બિપીનભાઈ પાંધી



















Recent Comments