અમરેલી

ધારી – બગસરા – અમરેલી ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કોંગ્રેસની અગત્યની બેઠક યોજાઈ

આજરોજ ધારી, બગસરા અને અમરેલી ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકો ઋત્વિકભાઈ મકવાણા,, સંજયભાઈ સરવૈયા, રાજેશભાઇ જોશી તથા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાત ની આગેવાની હેઠળ કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે તથા આગામી ચૂંટણીને ધ્યાને રાખી અગત્યની બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીઓ ડી.કે. રિયાણી, અર્જુનભાઈ સોસા, શાંતિલાલ રાણવા, મનીષભાઈ ભંડેરી, સંદીપભાઈ પંડ્યા, વલ્લભભાઈ ઝીન્ઝુવાડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ ધારી, બગસરા અને અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિઓ દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.

બેઠકમાં તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિઓના તમામ ફ્રન્ટના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસ પાર્ટીને આગામી દિવસોમાં વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સૂચનો અને વિચારવિમર્શ પણ થયા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા રાહુલજી ગાંધી દ્વારા દર્શાવેલ દિશાનિર્દેશ મુજબ સંગઠનને ગતિ આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત એ પોતાના સંબોધનમાં કોંગ્રેસના ધ્યેય માટે મજબૂત લડાઈ લડવાની હાકલ કરી હતી તેમજ ખંભે ખંભો મિલાવીને એકતા સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે જગદીશભાઈ તળાવીયા, યુસુફભાઈ જુનેજા, સલીમભાઈ પિંજારા, વિપુલભાઈ પોકીયા, ટીકુભાઈ વરુ, સંદીપભાઈ ધાનાણી, રમેશભાઈ ગોહિલ, રાજુભાઈ સોલંકી, વિક્રમભાઈ માંજરીયા, બી.કે. સોળીયા, માલાભાઈ બથવાર, રમેશભાઈ સાંગાણી, રફીકભાઈ મંગલ, મહેન્દ્રભાઈ બાવળિયા, હિરેનભાઈ ટિમાણીયા, નારણભાઈ મકવાણા, આશિષભાઈ જેબલિયા, ભાવેશભાઈ પરમાર, ઉમેદભાઈ ગજેરા, દિલીપભાઈ સાવલિયા, માધવજીભાઈ સરધારા, અરવિંદભાઈ સીતાપરા, મયુરભાઈ સોલંકી, હિરેનભાઈ સોજીત્રા, શરદભાઈ ધાનાણી, લલીતભાઈ ઈટાલીયા, રોહિતભાઈ સરધારા, અશોકભાઈ ચાવડા, પ્રવીણભાઈ વરીયા, ડી.બી. ભારોલા, કે.કે. ચૌહાણ, રાજેશભાઈ ગુજરાવાદીયા, પ્રકાશભાઈ વેકરીયા, સૈયદ ઈકબાલભાઈ, સલીમભાઈ પઠાણ, અનકભાઈ વાળા, બાબુભાઈ દુધાત, અનિલભાઈ શેખ, ગોપાલભાઈ, રાવજીભાઈ પાનસુરીયા, સત્યમભાઈ મકાણી, ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા વગેરે અનેક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

ધારી – બગસરા – અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિઓના સંયુક્ત સહયોગથી આ સંગઠન સૂજન અભિયાનની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી.

Related Posts