ભાવનગર

ભાવનગર‌‌ જિલ્લાની આંગણવાડીઓમાં ‘પોષણ ભી પઢાઇ ભી’ પ્રોજેક્ટ‌ અંતર્ગત યોજાયેલી ત્રણ દિવસીય તાલીમ સંપન્ન

ભાવનગર જિલ્લામાં‌‌ આઇસીડીએસ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાની ૧,૫૮૬ આંગણવાડી કાર્યકર બહેનો
માટે “પોષણ ભી પઢાઇ ભી” પ્રોજેક્ટ‌ અંતર્ગત ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઈસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર શ્રી રમેશભાઈ ઝાંખણીયાએ તાલીમના મહત્વ વિશે
માર્ગદર્શન આપ્યું હતું.
આ તાલીમ‌ દરમિયાન નિષ્ણાત ટ્રેનરોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ સાથે શિક્ષા કઇ રીતે
આપવી, સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ અને પોષણ સાથે શિક્ષાનો પરીચય, બાળપણ સંભાળ અને શિક્ષણનો
પરીચય, ૩ થી ૬ વર્ષના બાળકો માટે ECCE પ્રવૃતિઓ અને માળખાંની સમજ, પોષણ સંગમ – કુપોષણ વ્યવસ્થાપન
અને પ્રોટોકોલ (EGF+CMAM), બાળકો માટે પોષણના લક્ષ્યાંકો અને Addressing malnutrition, ૦ થી ૩ વર્ષના નાના
બાળકો માટેની ખોરાક પ્રથાઓ, સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવાની સાથે દિવ્યાંગ બાળકોનું સ્ક્રિનિંગ (વજન અને
ઉંચાઇ), વ્યુરચનાઓ, શિક્ષણ દેખરખ અને મૂલ્યાંકન વિકાસલક્ષી સીમાચિન્હોનો ઉપયોગ, બાળકોને આપવામાં
આવતા સંતુલિત આહાર, આહારની વિવિધતા અને આયુપોષણ માર્ગદર્શિકા, ગ્રોથ મોનિટરિંગ અને ગૃહ મુલાકાત જેવા

વિષયો અંગે ઝીણવટભરી જાણકારી આપવામાં આવી હતી. આ તાલીમમાં વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓ પણ
કરાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,‌ આ તાલીમનો હેતુ બાળકોમાં પોષણ અને શિક્ષણ બંનેની ગુણવત્તા સુધારવા માટે
આંગણવાડી‌ કાર્યકરોને સક્ષમ બનાવવાનો છે.

Related Posts