ઘરવિહોણા તેમજ કાચા આવાસમાં રહેતા અમરેલી જિલ્લાના ૪૨૭ પરિવાર દિપાવલી પર્વ પોતાના નવા ઘરમાં ઉજવશે. આ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણનો લાભ મળતા તેમના પાકા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.
કેન્દ્ર રાજ્ય સરકાર કાર વિહોણા તેમજ કાચા આવાસમાં રહેતા કુટુંબોને પાકુ આવાસ બનાવવા માટે સહાય આપે છે. જેનો અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૫- ૨૬માં ૪૨૭ લાભાર્થીઓને લાભ મળ્યો છે. આ માટે જુદા જુદા તબક્કામાં અંદાજે કુલ ૭૨૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ઉપરાંત જેલમાં હાલ ૩૨૨ જેટલા લાભાર્થીઓના આવાસ પ્રગતિ હેઠળ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને તબક્કાવાર ૩૦,૮૦,૫૦ અને અને ૧૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે, આ ઉપરાંત લાભાર્થીને આવાસ બનાવવા માટે મનરેગા યોજના હેઠળ ૯૦ માનવ દિનની રોજગારી પેટે અંદાજે રૂ.૨૫,૦૦૦, શૌચાલય બાંધકામ માટે રૂ.૧૨,૦૦૦, બાથરૂમ બાંધકામ માટે રૂ. ૫,૦૦૦ની સહાય આપવામાં આવે છે. તદુપરાંત મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના હેઠળ જો લાભાર્થી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો જમા થયા તારીખથી ૬ માસની અંદર આવાસ પૂર્ણ કરવાની શરતે અતરિક્ત રૂ.૨૦ હજારનો લાભ મળવાપાત્ર છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણનો લાભ ઘરવિહોણા તેમજ કાચા આવાસમાં રહેતા પરિવારોને લાભ મળવાપાત્ર છે. તેમજ આ યોજનામાં થયેલ સામાજિક અને આર્થિક નોંધણી અભ્યાસ – ૨૦૧૧ અને આવાસ પ્લસ વર્ષ- ૨૦૧૮ના સર્વેના આધારે નક્કી થયેલ પ્રાયોરિટી લિસ્ટમાં સમાવિષ્ટ લાભાર્થીને લાભ આપવામાં આવે છે.
ઘરવિહોણા તેમજ કાચા આવાસમાં રહેતા કુટુંબોને ઓછામાં ઓછા ૨૫ ચોરસ મીટરનું એક રૂમ, રસોડું, શૌચાલય તેમજ બાથરૂમ સાથેના પાકા આવાસનો લાભ આપવામાં આવે છે.
અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંકલનથી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણનો લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. લોકોના જીવનમાં ઘર માત્ર ઘર નહીં પરંતુ એક લાગણી પણ હોય છે. જે પણ કેન્દ્ર રાજ્ય સરકારની સહાયથી મૂર્તિમંત થઇ રહી છે.
Recent Comments