અભાવનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ
સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન
કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને
મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત
ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા સૂચના આપવામાં આવી
હતી.
આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યું કરવામાં હતો તેમજ
કલેકટરશ્રીને રૂબરૂ મુલાકાત દરમ્યાન રજૂ થયેલ અરજીઓ અંગેની અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી,
જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધીક્ષક શ્રી નીતીશ પાંડેય, નાયબ વન સંરક્ષક શ્રી વાય. એ.
દેસાઈ, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, આર.સી.એમ.કચેરી અધિક કલેકટર શ્રી ડી. એન. સતાણી,
પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
Recent Comments