સોનાનો ભાવ અત્યારે એક લાખ ૩૦ હજાર રૂપિયા બોલાય છે. આવી હશે. આપણાં દેશમાં લોકો એવું માને છે કે સોનું એ સમૃદ્ધિ, સલામતી, દિવ્યતા અને સંસ્કૃતિનું પ્રતિક છે. જોકે, ભારતમાં મેં જે જોયું છે, જે અનુભવ્યું છે એના પરથી હું સો ટકા માનું છે કે, સોનું એ લાલચ, અસલામતી, દંભ અને કકળાટનું પ્રતિક પણ બની શકે છે. જ્યાં સામાજિક સંબંધો પ્રેમના બદલે વહેવાર પર વધુ ટકેલા છે, ત્યાં સોનું એ આપવા-લેવાની અને ગણતરી કરવા માટેની વસ્તુ બની જાય છે.
મા-બાપ દીકરીના લગ્ન કરાવે છે, ત્યારે જ્યાં “કેટલા તોલા આપ્યું?” અને “કેટલા તોલા લાવી?” પરથી વાત શરૂ થતી હોય છે ત્યાંની આ વાત છે. સાસરીવાળાએ વહુને કેટલું આપ્યું અને પિયરવાળાએ જમાઈને કેટલું આપ્યું, એનું જ્યાં મહત્વ છે ત્યાંની આ વાત છે. જ્યાં વહુને સોનાથી લાદી દીધી હોય તો ફક્ત એ જ કારણથી સાસરીવાળા “સુપિરિયર ક્વોલિટી”ના ગણાતા હોય એ દેશની વાત છે. જ્યાં જમાઈને લગ્ન પર સોનાનો હાર અને વીંટી કરાવી આપવા ફરજિયાત ગણાય છે, એ સમાજની આ વાત છે. સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ ગણતા હોય ત્યાં સુધી બરાબર હતું. પણ થયું એવું કે, લક્ષ્મી એટલે ધન અને દ્રવ્ય. કમનસીબી કે, દ્રવ્યને માપી શકાતું હોય છે, દ્રવ્યની કિંમત આંકી શકાતી હોય છે.. સોનાની લેવડ-દેવડ સાથે ચાલુ થતા સંબંધો પૂરાં થાય ત્યારે સોનાનો અરસપરસ હિસાબ કરવો પડતો હોય છે.લોકો અજીબ રીતે દેખાડો કરતાં હોય છે. કેટલા તોલા આપ્યું અને કેટલા તોલા મળ્યું એની ચર્ચા ગર્વથી થતી હોય છે. અને એ વાતો બિનવ્યવહારું નથી ગણાતી, એ વિચારીને નવાઈ લાગે છે. આપવા-લેવાના દોર પતે, પછી તુલના અને ગણતરીનો દોર ચાલુ થાય છે. કેટલીય સ્ત્રીઓ એવી જોઈ છે કે, જે સોનાના કેટલા ઘરેણાં કરાવી આપે છે ફક્ત તેના પરથી પતિના પ્રેમને માપતી હોય છે. મતલબ, પતિ સાથે સારો નજદીકીવાળો સમય વિતાવવાથી પણ જે પ્રેમ નથી અનુભવાતો તે સોનાનું નેકલેસ ગિફ્ટમાં મળવાથી અનુભવાતો હોય છે. એટલે કે, કુદરતી શારીરિક-માનસિક આવેગો કરતાં દ્રવ્ય ચડિયાતું સાબિત થાય છે. દસકાઓ અગાઉ ગુજરી ગયેલાં મમ્મી કે દાદીમાનું સાચવી રાખેલું સોનું બીજા કશા કામમાં નથી આવતું, પણ ભાઈઓ-બહેનો વચ્ચે કડવાશનું કારણ જરૂર બનતું હોય છે.
એવાં ઘર પણ જોયા છે જ્યાં ઘરના દરેક મેમ્બરનું બેંકમાં અલગ અલગ લોકર હોય. એટલા માટે નહિ કે, એક લોકરમાં સમાય નહિ એટલું બધું સોનું છે. એટલા માટે કે, દરેકને મળેલું સોનું પોતાની પાસે રહે, અને ભવિષ્યમાં કોઈ કન્ફયુઝન અને કકળાટ ન થાય. અને તે છતાં, ચર્ચાઓ થતી જોઈ છે કે, “મેં તને આટલું આપ્યું હતું, ભૂલી ગઈ? તારા લોકરમાં જોઈ લેજે.” અને સામે જવાબ પણ એવો મળે, “તમે કશું આપ્યું નથી. આપ્યું હશે તો એટલું ઓછું હશે કે મને યાદ પણ ન રહે.” જે દ્રવ્ય નજર સામે નથી, જે દ્રવ્યને તાળામાં સાચવવા માટેના પૈસા ઉપરથી બેંકને રેગ્યુલર ચૂકવવા પડતા હોય છે, અને ઘણીવાર જે દ્રવ્ય પોતાની માલિકીનું હોવા છતાં વર્ષોથી પોતે પણ જોયું નથી હોતું, તેના માટે લોકો ઝઘડતાં હોય છે.
જે વાપરો છો એ જ તમારું છે. જે પડ્યું રહે છે તે પડ્યું જ રહે છે. લોકો ખુશ થઈને કહેતાં હોય છે, “સોનાનો ભાવ દસ હજાર રૂપિયા હતો ત્યારે લીધું હતું, પચાસ હજારને પાર થયું ત્યારે વેચીને રોકડા કરવાનો વિચાર આવી ગયેલો. પણ સારું થયું ન વેચ્યું. અત્યારે એક લાખ ઉપર છે.” આવું કહેનારને એક્ચ્યુલ ફાયદો શું થયો તે સમજવું મારા ગજાની બહાર છે. કારણકે, થોડા સમયમાં સોનાનો ભાવ પચાસ કરોડ થશે ત્યારે પણ તે વિચારશે કે, ભલે પડ્યું રહેતું, હજુ ભાવ વધશે, હજુ વધારે કાલ્પનિક મજા આવશે. ભવિષ્યમાં કામ લાગશે, ખરાબ સમયમાં કામ લાગશે…. એમ વિચારીને વર્ષોના વર્ષો સુધી (એક્ચ્યુલી જિંદગીભર, અને પેઢીઓ સુધી) દ્રવ્યને સાચવી રાખવું એ સલામતીની નિશાની છે કે અસલામતીની?
હશે, મારી સાથે મોટાભાગના લોકો સહમત નહિ થાય. પૈસા, માલ-મિલકત અને દ્રવ્ય બાબત કંઈક આવા અનુભવો અને માનસિકતા અલગ અલગ હોય છે. લોકો પૈસા કમાવવા માટે વિદેશ જતાં હોય છે, અને અહીં આવ્યા પછી અહીંનાં વાતાવરણે એમાં ઇંધણ પૂરવાનું કામ કર્યું. અહીંનાં લોકો પાસે બેંકમાં સોનું નથી હોતું. પણ જે રીતે આપણે દ્રવ્ય ભેગું કરવા માટેનો ધ્યેય રાખીએ છીએ,
” મેકેનાઝ ગોલ્ડ”!
પ્રસિદ્ધ અંગ્રેજી ફિલ્મ હતી.
જેમાં સોનુ શોધવા થોડા લઈ અજાણ્યા પ્રદેશોમાં નીકળી પડતા સરફરોજોની જોમદાર કહાની હતી.
તો પારામાંથી સોનુ બનાવવા ” કિંમ્યાગરો” ના યુગ પણ ચાલ્યા!
પેલી આપડી વાર્તા છે ને કે રાજાએ વરદાન માગ્યું કે હું જેને સ્પર્શ કરું એ સોનાનું બની જાય!!
પરંતુ રાજા મિડાસને પણ તેના પ્રિય સંતાનો સોનુ બની ગયા અને પસ્તાવાનો પાર ન રહ્યો.
” મિડાસ ટચ”! કહેવત તેની પરથી ને ત્યારથી પડી.
રાજા ગ્રીકનું નામ હતું મિડાસ.
કોઈ મહાપુરુષ જે બાબત ને હાથમાં લે તેનું મૂલ્ય વધી જાય એ અર્થમાં તે કહેવત વપરાય છે.
હજુ પણ સોનાના દાગીના ધોવાના નામે નકલી સોનું પણ ધાબડી દેવામાં આવે છે
રાસડો ,વિશ્વનો સૌથી વધુ સોનુ ધારણ કરેલ આહીરાણીઓનો. દ્વારકા મુકામે યોજાયેલ
એ રીતે અહીં લોકો જાત જાતના અનુભવો ભેગા કરવા માટેનો ધ્યેય રાખતાં હોય છે. , અનુભવો ભેગાં થઈને જિંદગી બનતી હોય છે. સોનું ભેગું થઈને કશું જ નથી બનતું. સોનું ભેગું કરનારાં એક પછી એક મૃત્યુ પણ પામતા હોય છે, તોય એમનું સોનું તો બેંકમાં અને તિજોરીમાં જ રહી જતું હોય છે. કકળાટ, દંભ અને લાલચનાં અનુભવોથી બનેલી જિંદગીને જિંદગી કઈ રીતે કહેવી?સંઘર્ષ, આત્મીયતા, પ્રેમ, પ્રવાસ, વિદાય, મિલન અને ખુમારી જેવા અનુભવોને ધન માનવા માટેની તમને સહેજ પણ ઈચ્છા થતી હોય તો….
–પ્રસ્તુતિ બિપીનભાઈ પાંધી હર્ષદભાઈ જોશી
Recent Comments