દુધાળા (લાઠી) ગામે ખેડૂતના ઘરમાંથી રોકડા ૨.૧૭ લાખ સહિત કુલ રૂ. ૩.૨૨ લાખની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે ઘનશ્યામભાઈ રવજીભાઈ બોદર (ઉ.વ.૫૨)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તા.૦૨/૧૦/૨૦૨૫ ના સાંજના સાતેક વાગ્યાથી તા.૧૫/૧૦/૨૦૨૫ ના બપોરના આશરે ત્રણેક વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તેના ઘરમાં પ્રવેશ કરી રૂમના દરવાજાના નકુચા તોડી રૂમમાં રહેલ તીજોરી ખોલી તેમાં રાખેલા રોકડા રૂ.૨,૧૭,૦૦૦, એક સોનાનો દોરો કિં.રૂ.૮૦,૦૦૦ તથા સોનાની વિટી નંગ.ર કિં.રૂ.૧૫,૦૦૦ તથા ચાંદીનો કમરે બાંધવાનો કંદોરો તથા જુડો આશરે રૂ.૫૦૦૦, ત્રણ કાંડા ઘડિયાળ કિં.રૂ.૫૦૦૦ મળી કુલ કિં.રૂ.૩,૨૨,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. સોની વધુ તપાસ કરી રહ્યા છે.
લાઠી તાલુકાનાં દુધાળા ગામે ખેડૂતના ઘરમાં ખાતર પડ્યું

Recent Comments