અમરેલી

અમરેલીમાં ગર્ભમાં બાળકના મોત બાદ સારવાર અર્થે જતી મહિલાએ પણ દમ તોડ્યો

અમરેલી જિલ્લામાં ચાર લોકોના વિવિધ કારણોસર મૃત્યુ થયા હતા. લાઠીના માલવીયા પીપરીયા ગામે રહેતા મૂળ મધ્યપ્રદેસના લક્ષ્મણસીંગ સુખન્યાસીંગ બ્રસ્તે (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, લાલુપ્રસાદ રામપ્રસાદ ઉલકે તુલીપ સ્પીનીંગ મિલના ક્વાર્ટરમાં બીજા માળે ગેલેરીની પાળ પર બેસીને ફોનમાં વાત કરતા હતા. તે સમયે શરીરનું બેલેન્સ બગડતાં બીજા માળેથી નીચે પડી જતાં માથામાં ગંભીર ઈજા થવાથી મરણ પામ્યા હતા. અમરેલીના ખીજડીયા ગામે રહેતા મનોજભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.૫૦)ના પત્ની પલ્લીબેન મનોજભાઈ પરમાર (ઉ.વ.૪૧) કેરાળાથી કમીગઢ ગામ વચ્ચે અકસ્માતે રોડ ઉપર પડી જતાં શરીરે ઈજા થવાથી મરણ પામ્યા હતા. અમરેલીમાં રહેતા વિજયભાઈ મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની ગૌરીબેન ગર્ભવતી હતા. ગર્ભમાં રહેલું બાળક મરી જતાં વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જતા હતા. આ સમયે રસ્તામાં મરણ પામ્યા હતા. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના પ્રાંચીમાં રહેતા દિનેશભાઈ મનજીભાઈ સોલંકી (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, કુબડા ગામની સીમમાં જીકાભાઈ ઉર્ફે બાટલી મનજીભાઈ સોલંકીનું ટી શર્ટ થ્રેસરના વરમમાં વીંટળાઈ જતાં -ભીંસાઈ જતાં ગંભીર ઈજા થવાથી મરણ પામ્યા હતા.

Related Posts