અમરેલી

દામનગર સેવા સહકારી મંડળીનો ઉજવાશે અમૃત મહોત્સવ

દામનગર સેવા સહકારી મંડળી નો ઉજવાશે અમૃત મહોત્સવ શ્રી દામનગર સેવા સહકારી મંડળી લી નો અમૃત મહોત્સવ આગામી તા.૨૬-૧૦-૨૦૨૫ લાભપંચમીના શુભદિને ઉજવાઈ રહ્યો છે. દામનગરના કૃષિકારો માટેની આધારશીલા સમી દામનગરની સેવા સહકારી મંડળીની સ્થાપના આજથી ૭૫ વર્ષ પુર્વે ૧૯૫૧ માં થયેલી છે દામનગરની મંડળીએ સહકારીક્ષેત્રે ઉત્કૃષ્ઠ પરિણામો હાંસલ કરી અમરેલી જીલ્લાની શ્રેષ્ઠ મંડળી તરીકેનો બે વખત એવોર્ડ મેળવેલ છે. મંડળીએ સામાજીક સેવા કાર્યો થકી સામાજીક ઉત્તરદાયિત્વ પણ નિભાવેલ છે. ૨૦ ઓરડાની અધતનસુવિધાયુકત પ્રાથમિક શાળાનું નિર્માણ ઉપરાંત સામાજીક અને રચનાત્મક સેવા કાર્યો થકી ખુબજ નામના મેળવી છે.

સહકારી પ્રવૃતિના શિરમોર અગ્રણી,ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર અમૃતમહોત્સવમાં અતિથીઓ તરીકે સહકારીક્ષેત્રના આગેવાનો અશ્વિનભાઈ સાવલીયા, જયંતીભાઈ પાનસુરીયા, મનીષભાઈ સંઘાણી તેમજ સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા,પુર્વ ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, જી.પં.ના પુર્વપ્રમુખશ્રી જેનીબેન ઠુમ્મર, અ.જી.મ.સ.બેંકના વા.ચેરમેનશ્રી અરુણભાઈ પટેલ, અ.જી.સ.ખ.વે સંઘના વા.ચેરમેનશ્રી દિપકભાઈ માલાણી ઉપરાંત મોઘેરા મહેમાનો તરીકે પુર્વસાંસદશ્રી નારણભાઈ કાછડીયા, નિવૃત આઈ.જી શ્રીહરિકૃષ્ણભાઈ પટેલ, ટીંબી હોસ્પિટલના મેને.ટ્રસ્ટીશ્રી બી.એલ રાજપરા, સવાણી સ્કુલના મુખ્યદાતાશ્રી શિક્ષણપ્રેમી મધુભાઈ સવાણી, શ્રી ભુરખીયા મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી દુષ્યંતભાઈ પારેખ ઉપસ્થિત રહેનાર छे.

અમૃતમહોત્સવ ઉજવણી પ્રસંગે મંડળીના સ્વ.આધસ્થાપકો, ખેડુત અને સામાજીકક્ષેત્રે સેવા કરી જનાર સ્વ. અગ્રણીઓ,મંડળીની વ્ય.કમીટીમાં સેવા કરનાર સ્વ.પુર્વસભ્યશ્રીઓનું મરણોત્તર સન્માન અને વ્ય.કમીટીના પૂર્વસભ્યશ્રીઓનું સેવાસન્માન ઉપરાંત દામનગર વિસ્તારની મંડળીઓના પ્રમુખશ્રીઓના સન્માનનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાનાર છે.

દામનગર મંડળીનું સુકાન સહકારી અગ્રણી હરજીભાઈ નારોલાએ ૧૯૯૫ માં સંભાળ્યા બાદ એક સમયની મૃતઃપાય મંડળીને શ્રેષ્ઠમંડળી સુધી લઇ જવાની જહેમત ઉઠાવી છે ૬૫૧ સભાસદ ધરાવતી મંડળીએ ગત વર્ષે ૪૦ લાખનો માતબર નફો કરેલ છે. સભાસદોને ૧૫% ડીવીડન્ડઉપરાંત સભાસદભેટ આપવામાં આવી છે.અ.જી.સ સંઘના વા.ચેરમેન,અ.જી.સ.ખ.વે સંઘના ડીરેક્ટર, દામનગર માર્કેટયાર્ડના પ્રમુખ અને દામનગર નાગરિક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેન એવા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા તેમજ દામનગર સેવા સહકારી મંડળીની વ્ય.કમીટીના સભ્યશ્રીઓ તથા દામનગર નાગરિક શરાફી સહકારી મંડળીના ડીરેકટરશ્રીઓ અને મંડળીનો કર્મચારી સ્ટાફ કાર્યક્રમને યાદગાર અને સંપુર્ણ સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

Related Posts