ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા
પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર
કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને
માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન
બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે બે ઇસમોને ચોરીના મોટર સાયકલ સાથે પકડી
પાડી, મોટર સાયકલ અંગે પુછ પરછ કરતા આ મોટર સાયકલ ગોંડલ ટાઉનમાંથી ચોરી
કરેલ હોવાની કબુલાત આપતા, તેમજ એક મોટર સાયકલ સાવરકુંડલા ટાઉનમાંથી ચોરી
કરેલ હોય જે મોટર સાયકલમાં પેટ્રોલ પુરૂ થઇ જતા બાવળની કાંટમાં સંડાતી જતા રહેલ
હોવાની કબુલાત આપતા, ચોરી કરેલ મોટર સાયકલ કબ્જે કરી, ગોંડલ સીટી બી ડીવી.
પોલીસ સ્ટેશન તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના અનડીટેકટ
ગુનાઓ ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) રામકુ કાળુભાઇ વાઘેલા, ઉ.વ.૨૦, રહે.સનાળી, તા.વડીયા, જિ.અમરેલી.
(૨) વિજય ઉર્ફે ડીગ્રી કાનજીભાઇ સાડમીયા, ઉ.વ.૨૨,રહે.શિવરાજપુર, તા.જસદણ,
જિ.રાજકોટ મુળ રહે.ખારસીયા, તા.જિ.રાજકોટ.
પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૧) અક્ષય કાળુભાઇ વાઘેલા, રહે.સનાળી, તા.વડીયા, જિ.અમરેલી.
કબ્જે કરેલ મોટર સાયકલની વિગતઃ-
એક હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોડલનું મોટર સાયકલ રજી. નંબર GJ-03-JF-8643
કિં.રૂ.૨૫,૦૦૦/-
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ
છે.
(૧) પકડાયેલ બન્ને આરોપી તથા અક્ષય કાળુભાઇ વાઘેલા રહે.સનાળી તા.વડીયા
વાળો એમ ત્રણેય ઇસમોએ આજથી આશરે સાડા સાતેક મહિના પહેલા ગોંડલ રેલ્વે
સ્ટેશનના પાર્કીંગમાંથી એક હીરો હોન્ડા કંપનનીનું સ્પ્લેન્ડર પ્લસ મોડલનું મોટર
સાયકલ રજી. નંબર GJ-03-JF-8643 ની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે
ખરાઇ કરતા ગોંડલ સીટી બી ડીવી પો.સ્ટે. (જિ.રાજકોટ)
ગુ.ર.નં.૧૧૧૨૧૩૦૯૪૨૫૦૪૦૪ /૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ
ગુનો રજી. થયેલ છે.
(૨) પકડાયેલ બન્ને આરોપી તથા પકડવાનો બાકી આરોપી અક્ષય કાળુભાઇ વાઘેલા
રહે.સનાળી તા.વડીયા વાળો એમ ત્રણેય ઇસમોએ આજથી આશરે ચારેક મહિના
પહેલા રાત્રીના સાવરકુંડલા મહુવા રોડ ઉપર આવેલ એક ફાર્મમાંથી એક હીરો
હોન્ડા કંપનનીનું સ્પ્લેન્ડર પ્લસ મોડલનું મોટર સાયકલ રજી. નંબર GJ-05-8422 ની
ચોરી કરેલ અને આ મોટર સાયકલમાં પેટ્રોલ પુરૂ થઇ જતા સાવરકુંડલા ખોડીયારપાર્ક સોસાયટીની
પાછળ આવેલ બાવળની કાંટમાં સંતાડીને ત્રણેય જતા રહેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે
ખરાઇ કરતા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૫૦ ૪૭૬/૨૦૨૫,
બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનો રજી. થયેલ છે.
પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી રામકુ કાળુભાઇ વાઘેલા નીચે મુજબના ગુનાઓમાં પકડાયેલ
છે.
(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૪૨/૨૦૨૩, IPC કલમ ૩૭૯,
૧૧૪
(૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૪૭/૨૦૨૩, IPC કલમ ૩૭૯,
૧૧૪
(૩) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૪૯/૨૦૨૩, IPC કલમ ૩૭૯,
૧૧૪
(૪) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૩૦૦૮૨/૨૦૨૩, IPC કલમ ૩૭૯,
૪૪૭
(૫) મોરબી એ ડીવી પો.સ્ટે (મોરબી) ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૩૨૩૦૭૬૧/૨૦૨૩, IPC
કલમ ૩૭૯,૧૧૪
(૬) દાઠા પો.સ્ટે. (ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૪૨૩૦૦૯૪/૨૦૨૩, IPC કલમ ૩૭૯.
(૭) બગદાણા પો.સ્ટે. (ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૨૩૦૨૨૭/૨૦૨૩, IPC કલમ
૩૯૫, ૪૫૮,૧૨૦બી, ૨૦૧, ૩૪.
(૮) બગદાણા પો.સ્ટે. (ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૨૩૦૨૩૬/૨૦૨૩, IPC કલમ
૩૭૯.
(૯) વંથલી પો.સ્ટે. (જુનાગઢ) ગુ.ર.નં.૧૧૨૦૩૦૬૮૨૫૦૧૭૬ /૨૦૨૫, BNS કલમ
૧૨૫(એ) ૨૮૧
(૧૦) વંથલી પો.સ્ટે. (જુનાગઢ) ગુ.ર.નં.૧૧૨૦૩૦૬૮૨૫૦૨૦૧/૨૦૨૫, BNS કલમ
૩૦૩(૨).
(૧૧) ભવનાથ પો.સ્ટે. (જુનાગઢ) ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૩૨૩૦૦૪૧ /૨૦૨૫, IPC કલમ
૩૭૯.
(૧૨) વડીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૫૦૦૫૬/૨૦૨૫, BNS કલમ ૩૦૩(૨).
(૧૩) લીલીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૨૦૩૬૫ /૨૦૨૫, IPC કલમ ૩૭૯, ૩૮૦,
૪૫૭, ૫૪૪.
પકડાયેલ આરોપી વિજય ઉર્ફે ડીગ્રી કાનજીભાઇ સાડમીયા નીચે મુજબના ગુનામાં
પકડાયેલ છે.
(૧) આજીડેમ પો.સ્ટે.(રાજકોટ) ગુ.ર.નં.૧૧૨૦૮૦૦૨૨૧૦૮૪૩/૨૦૨૧, IPC કલમ ૩૭૯.
(૨) રાજકોટ તાલુકા પો.સ્ટે.(રાજકોટ) ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૩૨૧૧૩૮૩/૨૦૨૧, IPC કલમ
૩૭૯.
(૩) આટકોટ પો.સ્ટે.(રાજકોટ) ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૨૨૪૦૪૬૮ /૨૦૨૪, BNS કલમ
૩૦૩(૨),૩૨૯, ૫૪.
(૪) જામજોધપુર પો.સ્ટે.(જામનગર) ગુ.ર.નં.૧૧૨૦૨૦૨૬૨૫૦૭૬૧ /૨૦૨૫, BNS
કલમ ૩૦૩(૨).
(૫) ભેંસાણ પો.સ્ટે.(જુનાગઢ) ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૭૨૫૦૩૬૬ /૨૦૨૫, BNS કલમ
૩૦૩(૨).
(૬) બોટાદ પો.સ્ટે.(ભાવનગર) ગુ.ર.નં.૧૧૧૯૦૦૨૨૫૦૦૬૦/૨૦૨૫, BNS કલમ
૩૦૩(૨).
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા પો.સ.ઇ. શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી
આર.એચ.રતન તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા
હેડ કોન્સ. મનીષભાઇ જાની, અશોકભાઇ કલસરીયા, તુષારભાઇ પાંચાણી, દશરથસિંહ
સરવૈયા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments