રાષ્ટ્રીય

વધુ એક વાવાઝોડાનો ખતરો! 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ 5 રાજ્યો પર સંકટ

બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જવવાની શક્યતાના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન સર્જાઇ શકે છે. જેના કારણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં ભારે વરસાદ થશે. 

તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અનેક 8 જિલ્લામાં રેડ ઍલર્ટ અપાયું છે. ચેન્નઈમાં શાળા અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણામાં 28 ઓકટોબર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. 

દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બેથી ત્રણ દિવસમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તાપમાન બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું ગગડશે. 

બીજી તરફ હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતી તથા મનાલીમાં બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે. 

Related Posts