ભાવનગર

રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં 4 મેડલ મેળવીને ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું 

ડર 19 માં એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા બાદ ફરી એક વખત અંડર 14 અને 17માં રાજ્ય કક્ષાએ બીજા 4 બ્રોન્ઝ મેડલ મેળવતા ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓ 

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત

દ્વારા આયોજિત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વલસાડના અધ્યક્ષ સ્થાને 69 મી S.G.F.I. રાજયકક્ષાની કુસ્તી સ્પર્ધા અંડર – 14 અને 17 (ભાઈઓ)નું આયોજન તા. 16/10/2025 થી 18/18/2025 સુધી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંડર – 17 એજ ગ્રુપમાં રાઠોડ પાર્થ નરેન્દ્રભાઇ (ગામ :- ટીમાણા)એ 110 kg માં બ્રોન્ઝ મેડલ, પંડ્યા કપિલ રમેશભાઈ (ગામ :- દેવલી)એ 60 kg માં બ્રોન્ઝ મેડલ તથા રમણા ઋત્વિક રામશંકરભાઇ (ગામ : ચૂડી)એ 92 kg માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે અંડર – 14 માં સોલંકી જીતરાજસિંહ રાયશંગભાઈ (ગામ :- પિંગળી)એ 75 kg માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. કુસ્તી સ્પર્ધામાં વધારાના 4 બ્રોન્ઝ મેડલ સાથે ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ ભાવનગર જિલ્લાનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું હતું. આમ રાજ્ય સ્તરે ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારનાર આ ચારેય બાળકોને ભાવનગર જીલ્લાના D.S.O. શ્રી નરેશભાઈ ગોહિલ સાહેબ તથા ભાવનગર જિલ્લાના વ્યાયામ શિક્ષક સંઘના અધ્યક્ષ શ્રી વી. એમ. જાળેલા સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી. ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા પણ હાર્દિકભાઈ તથા તેને માર્ગદર્શન આપનાર પ્રવીણભાઈ પંડ્યા, નિલેશભાઈ બાંભણિયા તથા જયદીપભાઈ મકવાણાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts