વર્ષ 2024 દરમ્યાન અમરેલી જિલ્લાના આશરે 700 થી વધુ ગામોના ખેડૂતોને સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ સહાય પેકેજમાંથી વંચિત રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન તથા હાલ વર્ષ 2025 માં પણ સતત કમોસમી તેમજ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.ત્યારે હવે સરકાર ઉત્સવો માથી બહાર આવિને ખેડુતો તરફી તેમની હાલની પરિસ્થિતિ અનુરુપ યોગ્ય પગલા લેવામા આવે
સરકારશ્રી દ્વારા વર્ષ 2024 માટે સહાય પેકેજ જાહેર કરાયેલ હોવા છતાં અમરેલી જિલ્લાના અનેક ખેડૂતોને પૂરતું ન્યાય મળ્યો નથી. હવે નવા વર્ષના આરંભે ફરીથી કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાથી તેમની આર્થિક પરિસ્થિતિ વધુ દયનીય બની ગઈ છે.અત્યારની સ્થિતિમાં માત્ર ડિજિટલ સર્વે કરીને ખેડૂતોનું ભલું થવાનું નથી, પરંતુ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ અને તેમની મનોદશાને ધ્યાને લઈને જ યોગ્ય નીતિ ઘડવામાં આવે તો ખેડૂતોનું ખરેખર કલ્યાણ શક્ય બને છે.
તેથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને માત્ર સહાય પૂરતી નથી — પરંતુ બેંક તથા સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરીને વાસ્તવિક રાહત આપવામાં આવે, જેથી ખેડૂતો નવી શરૂઆત કરી શકે અને ખેતી ક્ષેત્રમાં ફરી આશાનો કિરણ જોઈ શકે.આમ ખેડુતો ના પ્રાણ પ્ર્શ્નો ને ધ્યાને લઇને ગુજરાત સરકાર ને ધ્યાનદોરવા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ને પત્ર પાઠવામા આવેલ અને અંત મા જણાવેલ આપની સરકાર દ્વરા માત્ર ઉત્સવો પાછળ કરોડો ના ખર્ચ કરવા કરતા ખેડુતો પાછળ કઈંક કરવામા આવે તેવી અંત મા લાગણી સાથે માંગણી કરતા પ્રતાપ દુધાત

 
                                                 
							 
							 
							
















Recent Comments