રમત ગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપતી કબ્બડ્ડી સ્પર્ધામાં રાજ્યભરની 59 ઉપરાંત ટીમોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો
મહાદેવ ગ્રુપ કરમદીયા (તા.મહુવા) આયોજીત ઓપન કબડ્ડી ટુર્નામેન્ટ કરમદીયા(બગદાણા) માં સફળતા પૂર્વક યોજવામાં આવી હતી .જેમાં સમગ્ર ગુજરાત માંથી 59 ટિમો ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના અંતે અમદાવાદની શ્રીજી ટીમ વિજેતા રહી હતી . જ્યારે મોમાઈ ઇલેવન ભાવનગરની ટીમ રનર્સઅપ બની હતી. પ્રથમ વિજેતા ટીમને 25000/– અને દ્રિતીય નંબરે વિજેતાને 10000/– પુરસ્કારથી નવાજવામાં આવેલ.
વિજેતા અને ભાગલેનાર ટીમના યુવાનોને ઉપસ્થિત ગામજનો, આગેવાનો, અને ખેલપ્રેમીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.સતત સાત વર્ષથી મહાદેવ ગ્રુપ આ આયોજન કરવામાં આવે છે. જેમાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાય છે.ગ્રામીણ વિસ્તારોમાં ખેલકૂદને પ્રોત્સાહન આપતા આ પ્રોત્સાહિત કાર્યક્રમમાં ગામજનો અને અગ્રણીઓ સહિત તમામ વિવિધ ક્ષેત્રના આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કબ્બડ્ડી ટુર્નામેન્ટ નો દીપ પ્રગટાવીને પૂ. કમલેશ્વરબાપુએ પ્રારંભ કરાવ્યો હતો.
તેમ બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ નર્સિંગ કોલેજ બગદાણાના ચેરમેન મહેશ લાધવાએ જણાવ્યું હતું.


















Recent Comments