ખેતરમાં પડેલ તૈયાર થયેલા પાથરા પર કમોસમી વરસાદને કારણે પાણી ફરી વળતાં ભૂમિપુત્રોમાં ચિંતાનો માહોલછેલ્લા બે દિવસમાં જ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં પડેલા ખેત ઉત્પાદન પર પાણી ફરી વળ્યું.. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખાસ્સી નુકસાની વેઠવી પડી
રાત દિવસ મહેનત કરી તૈયાર કરેલ પાક ઉત્પાદન પર મેઘરાજાએ કાળો કેર વરતાવતાં ખેડૂતો કફોડી સ્થિતિમાં મૂકાયા.
ખેતરમાં પડેલા ખેત ઉત્પાદનના પાથરા પર પાણી ફરી વળતા ભૂમિપુત્રોમાં ગમગીનીનો માહોલ સર્જાયો. હજુ ચોવીસ કલાક વધુ વરસાદ પડવાની શક્યતા હોવાથી ખેડૂતોને કેટલું નુકસાન થશે એ તો રામ જાણે. એકંદરે મોં સુધી આવેલ કોળિયો છીનવાઈ જાય તો કેવી સ્થિતિ સર્જાશે એ પણ આત્મમંથનનો વિષય જ છે. કમનસીબી એ છે કે ખેડૂતો પાસે પોતાની ખેત જણસને સલામતરીતે સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા પણ નથી હોતી.. સરકારે આ સંદર્ભે ગંભીરતાથી વિચાર કરી યોગ્ય કરવુ જોઈએ.


















Recent Comments