અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રવિવારે (26 ઓક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કુલ 72 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં છોટા ઉદેપુરના કવાંટમાં 1.42 ઇંચ, સંખેડામાં 1.30 ઇંચ, ગીર સોમનાથના કોડિનારમાં 1.42 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 1.26 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે.નર્મદાના દેડીયાપાડા, ગીર સોમનાથના ઉના, અમરેલીના રાજુલા, સુરતના ઉમરપાડા, ડાંગના આહવા સહિત કુલ 76 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે.
ખેડૂતોના માથે આભ ફાટ્યું! ગુજરાતના 72 તાલુકામાં માવઠું, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો


















Recent Comments