ગુજરાત

દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકોની જોખમી મોજ, તંત્રના જાહેરનામાનો સરેઆમ ભંગ

ગીર સોમનાથના વહિવટી તંત્ર દ્વારા દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે છતાંય લોકો આ જાહેરનામાનો ભંગ કરતા નજરે પડ્યાં છે.હવામાન વિભાગ દ્વારા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને દરિયામાં ભારે કરંટ તેમજ તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા તાત્કાલિક અસરથી આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ ગીર સોમનાથના વહિવટી તંત્ર દ્વારા દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે છતાંય લોકો આ જાહેરનામાનો ભંગ કરતા નજરે પડ્યાં છે.ગીર સોમનાથમાં મુળ દ્વારકાના બીચ પર કેટલાક લોકો દરિયાની અંદર જઈને જોખમી સ્નાન કરી રહયા હોવાનું નજરે પડી રહ્યું છે. હાલ અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે દરિયામાં ઊંચા મોજો ઉછળી રહ્યાં છે. દરિયો રફ હોવા છતાં લોકો ન્હાવાની મજા માણી રહ્યાં છે. કેટલાક લોકો દરિયાની નજીક જઈને ન્હાવાની મજા માણતા જોવા મળ્યા છે. જાહેરનામું પ્રસિદ્ધ કરવામા આવ્યું હોવા છતાં લોકો તેનો સરેઆમ ભંગ કરી રહ્યાં છે. અહી કોઈ દુર્ઘટના બની તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો સામે આવ્યા છે.ગીર સોમનાથમાં મુળ દ્વારકાના બીચ પર કોઈ અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા નથી. વરસાદી માહોલ અને દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકો જોખમ સામે મોજ માણી રહ્યાં છે. લોકોની આ મોજ મોતની સજામાં ફેરવાઈ શકે છે. અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો સામે આવ્યા છે. તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

Related Posts