અમરેલી

કમોસમી વરસાદને કારણે હરિ સ્મરણ કાજે યોજાતી કથા મંડપને પવન અને વરસાદના કારણે થોડું નુકસાન થયું

આ કમોસમી વરસાદ હવે હરિનું નામ સ્મરણ પણ શાંતિથી નથી કરવા દેતો. 

બદમાશ થઈ ગયો છે આ કમોસમી વરસાદ..!! વાત જાણે એમ છે કે હાલ દિવાળીના તહેવારો પૂર્ણ થયાં હોય લોકોમાં રજાનો માહોલ જોવા મળેલ તો  માલેતુજાર મહાનુભાવો આ સમયમાં કથા સત્સંગ વગેરેનું આયોજન કરતાં હોય તો કોઈ સંસ્થા કે મંડળ દ્વારા પણ આ સમયે આવા આયોજનો થતાં હોય છે. પરંતુ આ વર્ષે તો આ કમોસમી વરસાદે માજા મૂકી છે. પીછો ક્યાં છોડે છે.? વાત કરીએ ખાંભા તાલુકાના ઉમરીયા ગામની તો અહીં યોજાયેલી કથા સ્થળે વરસાદ અને પવનના કારણે કથા મંડપમાં પણ નુકસાન થયેલું જોવા મળે છે. પવન અને કમોસમી વરસાદના કારણે કારણે કથા મંડપને થોડું નુકસાન થવા પામેલ છે તેવું જાણવા મળે છે..હજુ પણ વાતાવરણ અનિશ્ચિત છે. આવા સંજોગોમાં કથા શ્રવણ જેવા કાર્યક્રમો પાકા હોલમાં જ ગોઠવવા વ્યવહારું ગણાય.

Related Posts