જય ભારત સાથ આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે અમરેલી જિલ્લા સહિત ગુજરાત રાજ્યભરમાં છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ખેતરમાં જમીનોનું ધોવાણ અને છેલ્લા ચાર મહિનાથી ઉભેલો કપાસ મગફળી તેમજ અન્ય પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. અને આમ છેલ્લી ઘડીએ પાક
લણ વાનો સમય હોય ત્યારે પાક નિષ્ફળ જવાથી અને નાશ પામવાથી ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે ખેડૂતોએ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. આમ ખેડૂતો એક કરેલ ખર્ચ બિયારણ દવાઓ વગેરે ફેલ થવાથી ખેડૂતોના પરિવાર ઉપર આર્થિક બોજ વધ્યો છે ત્યારે ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવામા પણ બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે સરકારશ્રી ખેડૂતોની અને ખેડૂત પરિવારની સાથે આવે ને આજ ખેડૂત પરિવાર ઉપર આવેલ મુશ્કેલીમાં સરકાર શ્રી ખેડૂતો ની સાથે પોતાના પરિવાર માફક સાથે ઉભા રહે. તેવા સંજોગોમાં અમરેલી જિલ્લા સહિત ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી સર્વે કરાવી અને ખેડૂત પરિવારને વળતર ચૂકવવા મારી માંગણી છે.

















Recent Comments