ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામે પૂજ્યપાદ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ જેમણે સૌરાષ્ટ્રભરમાં ગામડે ગામડે પરિભ્રમણ કરી સનાતન ધર્મનાં નવજાગરણ, વ્યસનમુક્તિ, શિવભક્તિ, જનમાનસમાં સદ્સંસ્કારોનાં સિંચન અને માનવમાત્રની કોઈપણ જાતનાં ભેદભાવ રહિત નિ:શુલ્ક આરોગ્ય સેવા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું ભાવનગર જિલ્લાનાં નાનકડા ટીંબી મુકામે અવિરતપણે દર્દીનારાયણની નિઃશુલ્ક આરોગ્યસેવા કરવા માટે પ્રસ્થાપિત કરાવેલ સેવા સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ છેલ્લા 15 વર્ષથી દર્દીનારાયણની સેવારૂપી અખંડ મહાયજ્ઞ ચાલી રહ્યોછે હોસ્પિટલમાં આજ સુધીમાં એકત્રીસ લાખ દર્દી ભગવાનની તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સારવાર, પંદર લાખ ચાર હજાર દર્દીઓનું નિ:શુલ્ક નિદાન, છન્નુ હજાર પીડિત રોગીઓના નિ:શુલ્ક ઑપરેશનો, પંદર હજાર પ્રસૂતા બહેનોની નિઃશુલ્ક પ્રસૂતિ સારવાર કરી ચૂકી છે એટલું જ નહિ સાથોસાથ દર્દીઓની સાથે તેમનાં સગા વ્હાલા અને વટેમાર્ગુઓને રહેવા તથા જમવાની સુવિધા યુક્ત સેવા બજાવી રહેલી આ હોસ્પિટલ આજ સુધીમાં ઓગણ ચાલીસ લાખ, ચાલીસ હજાર અતિથિઓને સાત્વિક ભોજન કરાવી ચૂકીછે.
નિઃશુલ્ક ટીમ્બી હોસ્પિટલમાં અદ્યતન લેબોરેટરી, સોનોગ્રાફી, એક્સ-રે તેમજ અતિ આધુનિક સંસાધનોથી સુસજ્જિત આ હોસ્પિટલમાં બાળકોનાં તથા બહેનોનાં તમામ રોગોની સારવાર, પ્રોસ્ટેટ, વધરાવળ, થાઈરોઈડની સારવાર, દંત રોગની સારવાર, નેત્રરોગોની સારવાર, એપેન્ડિક્સ, ઓર્થોપેડીક સારવાર, કાન-નાક-ગળાનાં રોગોની સારવાર, ફીઝીયોથેરાપી તથા ફેફ્સાનાં રોગો તેમજ અનેક દરેક પ્રકારના સામાન્ય તથા મોટા રોગોની સારવાર તથા ઓપરેશનોની તદ્દન વિનામૂલ્યે સેવા નિઃશુલ્ક દવાઓ, રાહતદરે એમ્બ્યુલન્સ સેવા, ઉનાળામાં છાસ વિતરણ, પ્રસૂતા બહેનોને ગાયના શુદ્ધ ઘીમાં બનાવેલ ઓસડીયાયુક્ત સુખડીનું વિતરણ, દેશી ગાયોની ગૌશાળા વગેરે સેવાઓ કરવામાં આવી રહીછે દાતાઓનાં દાન, સૌજન્યશીલ સંસ્થાઓનાં સહયોગ તેમજ પૂજ્ય સ્વામીજીનાં વિશ્વભરમાં પથરાયેલ બહોળા સેવક સમુદાયનાં સહયોગ અને વ્યવસ્થાપકોનાં સંચાલનથી ચાલી રહેલ હોસ્પિટલનાં સેવાકાર્યને પહોંચી વળવા માટે જરૂરી એવા પ્રતિમાસ રૂપિયા એક કરોડનું અનુદાન પૂજ્યપાદ સ્વામીજીની કૃપાથી પ્રાપ્ત થઈ રહ્યુંછે હોસ્પિટલે પાંચ હજાર દિવસોની સેવા સાધના સફળતા પૂર્વક સમ્પન્ન કરી નિષ્કામ સેવા હાંસલ કરીછે
આગામી તારીખ 30 ઓક્ટોબર 2025ને ગુરુવારનાં રોજ પંચ સહસ્રદિન માનવસેવા મહાયજ્ઞ મહોત્સવ અને રક્તદાન મહાશિબિર નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યુછે આ પ્રસંગે દીપ પ્રાગટય, સ્વાગતવિધિ, મહાનુભાવોનાં સન્માન, પ્રાસંગિક વક્તવ્યો, પૂજયપાદ સ્વામીજીનાં સદ્શિષ્ય એવા સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પરોપકારલક્ષી પ્રવચન, સમૂહ ભોજન મહાપ્રસાદ યોજાશે તેમજ તારીખ 29 અને 30 ઓક્ટોબર 2025, બુધવાર તથા ગુરુવાર બંને દિવસે સવારે 8.30 થી બપોરે 3.00 કલાક દરમિયાન આયોજિત રક્તદાન મહાશિબિરમાં રક્તદાન કરવા માટે યુવા અને તંદુરસ્ત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ આશ્રમ સેવક અમિતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
ટીંબી મુકામે નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ખાતે પંચ સહસ્રદિન માનવસેવા મહાયજ્ઞ મહોત્સવ અને રક્તદાન મહા શિબિર યોજાશે

















Recent Comments