શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા
આપશ્રીની આજ્ઞા મુજબ કારતક સુદ પ લાભ પાંચમના શ્રી ગોવર્ધનનાથજી પ્રભુના પ્રથમ પાટોત્સવ આજરોજ ખુબ ઉત્સાહને આનંદ ઉમંગભેર ઊજવવામાં આવેલ હતો
વિશાળ સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહી લાભ લીધેલ,આજના ઉત્સવનાં મુખ્ય મનોરથી મુંબઈ નિવાસી નીતાબેન નવીનભાઈ રાજા તથા ગૌવાસી કમલેશભાઈ જંયતિલાલ સુચક હસ્તે ઉમાબેન,તથા કુલદીપભાઈ તથા પ્રતિકભાઈ હતા,તેમજ પલના નંદમહોત્સવના મનોરથી ચારૂબેન રજનીભાઇ કાણકીયા (નાવલી ચા વાળા ) હતા,તેમજ છાશના મનોરથી અશોકભાઈ નથવાણી રાજકોટ હતા સાથે સાથે સામગ્રી મનોરથી સહ મનોરથી સૌના તનમનધનના સહકાર આજનો ઉત્સવ આનંદભેર પુર્ણ થયેલ છે
આજ સવારથી વૈષ્ણવો વરસાદી માહોલ હોવા છતાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, પ્રથમ મંગલા દર્શન, ત્યારબાદ પુજ્ય પાદ 108 શ્રી અનુગ્રહ લાલજી મહારાજ શ્રી પધારેલ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા આપી,ત્યાર બાદ શ્રી પ્રભુને પલના પધરાવી નંદમહોતસવ થયેલ આજુબાજુના ગામડાના કિર્તનકાર ભાઈઓ ગોપાલભાઈ વીરાણી સુરજવડીવાળા જીકયાળી ઓળીયાવાળા ભાઈઓએ ખુબ ભાવપુવક અતિ આનંદથી કિર્તન કરી વૈષ્ણવોને ભાવવિભોર કરેલ , પુજ્ય જે જે શ્રી ત્યારબાદ રાજભોગ તિલક આરતીના દર્શન કરાવેલ ત્યારબાદ હાજર રહેલા તમામ વૈષ્ણવો ભાઈઓ બહેનો તેમજ આમંત્રિત વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધેલ છે આ ઉત્સવમાં ખાસ સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તથા ભાજપના વરિષ્ઠ આગેવાન સાથે પધારેલ ,આ સમગ્ર ઉત્સવમાં દરેક કમિટીના સભ્યો તથા શ્રી મહીલા મંડળના સંચાલક વસંતબેન બુહાની આગેવાની નીચે બહેનોએ ખુબ જ ભાવથી દરેક વૈષ્ણવો ને મહાપ્રસાદ લેવા આગ્રહ કરી લેવારાવેલ ભોજન વિભાગની તમામ વ્યવસ્થા કનુભાઇ મિસ્ત્રી તથા જયકિશનભાઈ રૂપારેલ દ્વારા કરવામાં આવેલ, રાજુભાઈ શીંગાળાની સુચના મુજબ નગરપાલિકા દ્વારા બેઠકજીએ આવવા જવાના રસ્તા સાફ સફાઈ તેમજ વ્યવસ્થિત કરી આપેલ હતા,આ તકે તમામનો કમિટીના ભાઈઓ વતી વિજયભાઈ વસાણી દરેકનો આભાર વ્યક્ત કરેલ છે એમ કમિટીના ભાઈઓ કાંતીભાઇ, ગોકુળભાઈ તથા અરવિંદભાઈ ખીમાણીએ જણાવેલ છે

















Recent Comments