ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. તેવામાં હવામાન વિભાગે આગામી 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સોમવારે (27 ઓક્ટોબર) રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લામાં હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના Nowcast મુજબ, આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.28 ઓક્ટોબરની આગાહી
યલો ઍલર્ટ : કચ્છ, પાટણ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. 29 ઓક્ટોબરની આગાહી
ઓરેન્જ ઍલર્ટ : અમરેલી અને ભાવનગર.
યલો ઍલર્ટ : બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ.30 ઓક્ટોબરની આગાહી
ઓરેન્જ ઍલર્ટ : અમરેલી અને ભાવનગર.
યલો ઍલર્ટ : વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરંબદર.31 ઓક્ટોબરની આગાહીઓરેન્જ ઍલર્ટ : અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી.
યલો ઍલર્ટ : બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર.

















Recent Comments