અમરેલી

દામનગર સેવા સહકારી મંડળી સ્થાપના ને ૭૫ વર્ષ થતા અમૃત મહોત્સવ ની ભવ્ય ઉજવણી

દામનગર શહેર ની પટેલવાડી ખાતે અમૃત મહોત્સવ ઉજવાયો સને ૧૯૫૧ માં સ્થપાયેલ શ્રી દામનગર સેવા સહકારી મંડળી ને ૭૫ વર્ષ થતા અમૃત મહોત્સવ ઇફકો એન સી યુ આઇ ગુજકોમાસોલ ચેરમેન સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ની અધ્યક્ષતા માં ઉજવાયો દામનગર સેવા સહકારી મંડળી ના સ્વર્ગીય સ્થાપક કેશવભાઈ કાળાભાઈ નારોલા સહિત ૨૦ જેટલા આદ્યસ્થાપક ડિરેક્ટરો સ્વ દાદાભાઈ જેરામભાઈ નારોલા સ્વ નાથાભાઈ લાખાભાઇ કાસોદરીયા  સ્વ ખીમાભાઇ લાલાભાઈ નારોલા  સ્વ દેવજીભાઈ વેલાભાઈ નારોલા  સ્વ રણછોડભાઈ રામજીભાઈ નારોલા સ્વ ધરમશીભાઈ ભુરાભાઈ નારોલા સ્વ નાનજીભાઈ કાળાભાઈ નારોલા સ્વ બેચરભાઈ ડાયાભાઈ નારોલા  સ્વ કરશનભાઈ ડાયાભાઈ નારોલા  સ્વ આંબાભાઈ ડાયાભાઈ આસોદરીયા સ્વ મનજીભાઈ કરશનભાઈ નારોલા સ્વ જીવરાજભાઈ વિઠલભાઈ નારોલા  નરશીભાઈ માવજીભાઈ નારોલા સ્વ દીયાળભાઈ કેશવભાઈ નારોલા સ્વ રામજીભાઈ કાળાભાઈ સિધ્ધપુરા સ્વ પોપટભાઈ કાળાભાઈ નારોલા સ્વ જેરામભાઈ પરબતભાઈ સિધ્ધપુરા 

નું મરણોત્તર સન્માન સ્વીકારતા સદગત ના ત્રીજી અને ચોથી પેઢી સંતાનો ભાવાત્મક બન્યા વડીલો એ સ્થાપેલી સંસ્થાન વટ વૃક્ષ બની ખેડૂતો માટે ૭૫ વર્ષ પહેલાં દામનગર સેવા સહકારી મંડળી ની  આધારશીલા સમી દામનગર સેવા સહકારી મંડળી ઉભી કરી ભાવિ પેઢી ના ઉજળા ભવિષ્ય માટે દુરંદેશી પૂર્વક સહકારી સંસ્થા નું મહત્વ જાણતા આદ્ય સ્થાપક અગ્રણી પ્રમુખ સ્વ કેશવભાઈ કાળાભાઈ નારોલા ની દુરોગામી દ્રષ્ટિ એ પ્રારંભ થી  જ સતત ઓડિટ વર્ગ “અ” ધરાવતી ૬૫૧ સભાસદ સંખ્યા ની ખેડૂત લક્ષી સંસ્થાન દ્વારા અનેક  વિધ સેવા ઓ અનેક યોજના ઓ આયોજન ઉપરાંત શહેરભર માં વિવિધ સુવિધા પ્રાથમિક શાળા નિર્માણ શ્રી વેજનાથ મહાદેવ સર્કલ બસ સ્ટેન્ડ સરકાર ચોક સર્કલ એમ્બ્યુલન્સ બાંકડા શ્રી કુંભનાથ મહાદેવ સર્કલ જેવી લોકભોગ્ય વ્યવસ્થા સાથે રાજ્ય કક્ષા એ અનેકો પરિતોષકો દ્વારા સન્માનિત દામનગર સેવા સહકારી મંડળી ના અમૃત મહોત્સવ માં ઉપસ્થિત સહકારી શિરોમણી દિલીપભાઈ સંઘાણી અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા જયતિભાઈ પાનસૂરિયા સહકારી યુવા અગ્રણી મનીષભાઈ સંઘાણી વરાછા બેંક ના ચેરમેન ભવાનભાઈ નવાપરા અમરેલી સાંસદ ભરતભાઇ સુતરિયા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પૂર્વ સાંસદ નારણભાઇ કાછડીયા દીપકભાઈ માલાણી પૂર્વ રેન્જ આઈ જી હરીકૃષ્ણ પટેલ મહિલા અગ્રણી જેનિબેન ઠૂંમર જિલ્લા મધ્યસ્થ બેંક ના કોઠીયા માધવરાય સવાણી માનવ સેવા ટ્રસ્ટ  સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ના બી એલ રાજપરા અમરેલી જિલ્લા બેંક ના ડિરેકટર હીરાભાઈ નવાપરા પૂર્વ માર્કેટયાર્ડ ના ચેરમેન ભગવાનભાઈ નારોલા સહિત દામનગર શહેર ના સહકારી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ઓના અગ્રણી દામનગર આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં શ્રી દામનગર સેવા સહકારી મંડળી નો અમૃત મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો કૃષિ ક્ષેત્ર સશક્ત બને ગ્રામીણ અર્થતંત્ર માં મહત્વ ના પરિબળ સહકારી પ્રવૃત્તિ દ્વારા સર્વાંગી ઉત્થાન આત્મનિર્ભર તરફ દોરી જતા સહકારી ક્ષેત્ર ની અનેક સિદ્ધિ ઓથી સર્વ ને અવગત કરતા ચેરમેન હરજીભાઈ નારોલા એ  સને ૧૯૫૧ ના સ્થાપના કાળ થી વર્તમાન સુધી દામનગર સેવા સહકારી મંડળી સિદ્ધિ ઓ સેવા સમર્પણ નો સિતાર આપ્યો હતો સહકારી પ્રવૃત્તિ એ વિશ્વાસ અને ભરોસા ની પ્રવૃત્તિ છે સહકારી પ્રવૃત્તિ ના સથવારે સમાજ ને વિકસિત દીક્ષિત અને સંગઠિત બનાવી સહકાર ની ભાવના ને પ્રોત્સાહન આપવા થી સમૃદ્ધ ભવિષ્ય નિર્માણ થશે સમગ્ર પંથક માંથી સહકારી અગ્રણી ઓની ઉપસ્થિતિ વચ્ચે દામનગર સેવા સહકારી મંડળી નો ભવ્ય અને દિવ્ય અમૃત મહોત્સવ ઉજવાયો હતો દામનગર સેવા સહકારી મંડળી ના પ્રમુખ હરજીભાઈ નારોલા ઉપ પ્રમુખ રણછોડભાઈ બોખા મંત્રી લાલજીભાઈ નારોલા સદસ્ય લાભુભાઈ નારોલા મનસુખભાઇ બોખા અરજણભાઈ નારોલા વલ્લભભાઈ નારોલા કરમશીભાઈ કાસોદરિયા ભીમજીભાઈ નારોલા પ્રકાશભાઈ આસોદરિયા ભીમજીભાઈ વાવડીયા મોહનભાઇ બુધેલીયા પ્રીતેશભાઈ નારોલા શારદાબેન નારોલા હંસાબેન નારોલા સહિત કર્મચારી અનિલભાઈ જાગાણી દિનેશભાઈ પટેલ જયભાઈ નારોલા સીરાજભાઈ ભારમલ સહિત સમગ્ર દામનગર સેવા સહકારી મંડળી પરિવાર દ્વારા ના અદભુત આયોજન  થી દામનગર સેવા સહકારી મંડળી ના ૭૫ વર્ષ થતા અમૃત મહોત્સવ ની ભવ્ય ઉજવણી હતી ૭૫ વર્ષ પૂર્વે નું રેકર્ડ એકત્રિત કરી આદ્ય સ્થાપક પરિવારો નું સંકલન કરી પૂર્વ પ્રમુખ શ્રી સ્વ કરમશીભાઈ કરશનભાઈ નારોલા સ્વ ડાયાભાઈ કેશવભાઈ નારોલા ની સેવા સમર્પણ ને યાદ કર્યા તેમજ ખેડૂત સમાજ ના સામાજિક સેવા પ્રદાન કરતા સ્વ બચુભાઈ માવજીભાઈ વાવડીયા સ્વ બચુભાઈ રામજીભાઈ  સિધ્ધપુરા સ્વ નરસીભાઈ વસ્તાભાઈ  બુધેલીયા સ્વ પોપટભાઈ કરશનભાઈ વાવડીયા સ્વ હરિભાઈ નારણભાઈ  બોખા સ્વ કરમશીભાઈ ડાયાભાઈ જાડા સ્વ રત્નાભાઈ કરશનભાઈ બુધેલીયા સ્વ ભીમજીભાઈ મુળજીભાઈ નારોલા સ્વ રામજીભાઈ પરશૉતમભાઈ નારોલા સ્વ કરમશીભાઈ જ્વેરભાઈ નારોલા સ્વ ભીખાભાઇ લવજીભાઈ નારોલા સ્વ  કરશનભાઈ પરબતભાઈ નારોલા સ્વ મોહનભાઈ જેરામભાઈ બોખા સ્વ જીવરાજભાઈ અરજણભાઈ બુધેલીયા તેમજ મંડળી માં નિસ્વાર્થ સેવા આપી જનાર વ્યવસ્થાપક કમિટી ના સદસ્ય સ્વ ભીખાભાઇ જેરામભાઈ  નારોલા સ્વ વલ્લભભાઈ બેચરભાઈ નારોલા સ્વ રણછોડભાઈ કેશવભાઈ નારોલા સ્વ ભીમજીભાઈ 

પરશોતમભાઈ બુધેલીયા સ્વ રણછોડભાઈ હરજીભાઈ બુધેલીયા સ્વ જીવરાજભાઈ હરજીભાઈ બુધેલીયા સ્વ રાણાભાઇ કેશવભાઈ નારોલા સ્વ ભીમભાઇ ભગવાનભાઈ નારોલા સ્વ હરજીભાઈ પ્રેમજીભાઈ ધોળકિયા સ્વ ભુપતભાઈ દેવજીભાઈ નારોલા સ્વ વલ્લભભાઈ બચુભાઈ નારોલા સ્વ નાગજીભાઈ 

કરમશીભાઈ નારોલા સ્વ દેવજીભાઈ કાનજીભાઈ નારોલા સ્વ હિંમતભાઈ ભીમજીભાઈ નારોલા સહિત અનેક વ્યક્તિ ઓનાં સામાજિક સેવા પ્રદાન ની સુપેરે નોંધ લેવાય મરણોત્તર સન્માન કરાયું હતું સદગત ની સેવા સમર્પણ ની ઉદત ભાવના ની સરાહના કરતા તેમના પુત્ર રત્નો પોત્ર રત્ન  ભાવ વિભોર બની સદગત નું મરણોત્તર સન્માન સ્વીકાર્યું હતું દામનગર સેવા સહકારી મંડળી સને ૧૯૫૧ માં  સ્થાપી જનાર આદ્ય સ્થાપક સ દેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપ જનમાનસ માં સદાકાળ જીવંત બનેલ સદગત ની સહકાર ની સદ પ્રવૃતિ આજે સમસ્ત માનવ સમાજ માટે ઉતમ ફળ આપી રહી છે આવા સજ્જનો ગામ ના પાદર મા ઊભેલા ઘટા ટોપ વૃક્ષ સમાંતર હોય છે ફળ અને છાંયો બંને આપતા રહે છે દામનગર સેવા સહકારી મંડળી ના ૭૫ માં સ્થાપના દિન અમૃત મહોત્સવ ની યાદગાર ઉજવણી કરાય વરસતા વરસાદ વચ્ચે ગણતરી ની મિનિટો માં સમગ્ર સામિયાણો ફેરવી કૃષિકારો  એ પરસ્પર સહકાર થી શું ન થઈ શકે ? તેનું ઉતમ ઉદારણ પૂરું પાડ્યું હતું વિના સહકાર નહી ઉધ્ધાર નો સુંદર સંદેશ આપ્યો હતો 

Related Posts