અમરેલી

અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ તથા પોલીસ અધિક્ષકનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, ભયજનક વ્‍યકિતને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી તથા બગસરા પોલીસ ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્‍જના
જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે
સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના
આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓઓ અમરેલી
જિલ્‍લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-
સબંધી ગુન્‍હાઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને
દાદાગીરી, ધાક ધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્‍થા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય
ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્‍ત પગલા લઇ
ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થા સુદઢ બને, તે
માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન
આપેલ હોય, જે અન્વયે બગસરા પો.સ્ટે. પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે. ગીડા નાઓએ શરીર
સબંધી ગુનાઓ કરવાની ટેવવાળા ભયજનક ઇસમ અમીત લાલજીભાઇ રાઠોડ, ઉ.વ.૩૦, રહે.
મોટા મુંજીયાસર, તા.બગસરા, જિ.અમરેલી વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત
તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી, અમરેલીનાઓ
તરફ મોકલી આપેલ.
આવા ભયજનક વ્યક્તિની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ
લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ સાહેબનાઓએ
ઉપરોકત ઇસમ વિરૂધ્‍ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય
ખરાત સાહેબ તથા ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓની સુચના
મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા બગસરા પો.સ્ટે.

પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે. ગીડા તથા એલ.સી.બી. તથા બગસરા ટીમ દ્વારા અમીત
લાલજીભાઇ રાઠોડને પાસા વોરંટની બજવણી કરી, પાલનપુર જિલ્લા જેલ, જિ.બનાસકાંઠા
ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
 પાસા અટકાયતીનો ગુનાહિત ઇતિહાસઃ-
પાસા અટકાયતી અમીત લાલજીભાઇ રાઠોડ વાળા વિરૂધ્‍ધમાં નીચે મુજબના ગુન્હાઓ
રજી. થયેલ છે.
(૧) બગસરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૫૦૨૭૫/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૧૧૫(૨),
૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૨) બગસરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૫૦૨૭૩/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૦૮(૨),
૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૩) બગસરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૫૦૨૪૯/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૧૧૫(૨),
૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
આમ, ગુનાઓ આચરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે

કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા ઇ.ચા.
પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી
એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા બગસરા પો.સ્ટે. પો.ઇન્સ. સુ.શ્રી
આઇ.જે.ગીડા તથા અમરેલી એલ.સી.બી.ના વુ.પો.કોન્‍સ. રીનાબેન ધોળકીયા, ધ્રુવિનાબેન
સુરાણી તથા બગસરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts