અમરેલી

અમરેલી જિલ્લાના જીરા ગામના તમામ ખેડૂતોનું ખેડૂતોના નામે બેંકમાં રૂપિયા નેવું લાખ જેવું દેવું હતું જે ખેડૂતોને બદલે પોતે ચૂકવી  રાજ્યમાં એક નવું દ્રષ્ટાંત પૂરૂ પાડતા અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાળા

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની બાબુભાઈ ચોડવડીયા (જીરાવાલા) માત્ર ૧૧ વર્ષની ઉંમરે રોજગારી માટે વતન છોડીને સુરત આવ્યા હતા. શૂન્યમાંથી સર્જન કરી વર્તમાન સમયે સફળતા મેળવ્યા બાદ વતનનું ઋણ ચૂકવવા માટે કોઈપણ પ્રકારની પાછીપાની કર્યા વગર જીરા ગામના તમામ ખેડૂતોના છેલ્લા ૩૦ વર્ષથી વણ ઉકેલાયેલા પ્રશ્નનો રૂપિયા ૯૦ લાખ ખર્ચીને હંમેશા માટે ઉકેલ લાવી દીધો છે. જેની હકીકત આ  મુજબ છે. જીરા ગામમાં ૧૦૨ વર્ષ પહેલાં ગામના આગેવાનોએ ખેડૂતોના ઉત્કર્ષ માટે સેવા સહકારી મંડળીની સ્થાપના કરી હતી. જિલ્લાની કદાચ આ પ્રથમ સહકારી મંડળી હતી જેણે વર્ષો સુધી ખેડૂતો માટે ખૂબ સારું કામ કર્યું. પરંતુ ૧૯૯૨ આસપાસ મંડળીના મુખ્ય વહીવટદારોએ એક કૌભાંડ કર્યું. ખેડૂતોની ખોટી સહીઓ લઈને કે અભણ ખેડૂતોના અંગુઠા મરાવીને એમના નામે લોન ઉપાડી. ૧૯૯૧- ૧૯૯૫ આસપાસ આ કૌભાંડ બહાર આવ્યું. ખેડૂતોને તો ખબર જ નહોતી કે એમના નામે લોન છે..ત્યારે 

બાબુભાઈએ આ ખેડૂતોની વ્યથાને ધ્યાનમાં રાખીને ગાડરિયા માર્ગે જવાને બદલે ગામના ખેડૂતોનું દેવું ચૂકવી માતા-જન્મભૂમિને ઉજાળ્યા. માતૃશ્રીના સ્મણાર્થે ખેડૂતોને બોજમુક્ત કરવાનું

કાર્ય કરૂલ. જે ખરાં અર્થમાં ખેબ યોગ્ય સાચું દાન ગણાય. આમ ગણીએ તો જીવિત વ્યક્તિને સહાયરૂપ થવું તે મોટી સમાજસેવા છે. વર્તમાન સમયે

મોટાભાગના લોકો દ્વારા પિતૃઓના મોક્ષાર્થે કથા બેસાડવાનો વાયરો ચાલે છે. જેમાં મોટો ખર્ચ કરવામાં આવે છે. બાબુભાઈ જીરાવાલાએ ગાડરિયા માર્ગે જવાને બદલે ગામના ખેડૂતોના દેવા ચૂકવ્યા. આજ પિતૃઓને સાચું તર્પણ ગણાય. આમ બાબુભાઈ જીરાવાળાએ માતા અને જન્મભૂમિને ઉજાળી છે.  ખેડૂતોના નામે લોન હોવાથી તેના જમીનના ખાતામાં બોજાની નોંધ થયેલી હોય આથી ખેડૂતોને કોઈ બીજી લોન લેવી હોય કે જમીન વેચવી હોય તો તેઓ તેમ કરી નહોતા શકતા. બોજા નોંધને લીધે ખેડૂતોને બધા કામમાં બહુ તકલીફ પડતી હતી. ખેડૂતો વગર વાંકે વર્ષોથી ખૂબ પીડાતા હતા પરંતુ કોઈ નિર્ણય આવતો નહોતો. માદરે વતનના ખેડુતોને દેવામુક્ત કરવા માટે બાબુભાઈ જીરાવાલાએ જિલ્લા બેંકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મીટિંગ કરી. ગામના તમામ ખેડૂતોના દેવાની કુલ રકમ ૯૦ લાખ જેવી થતી હતી. બાબુભાઈએ દેવાની આ મૂળ રકમ ભરવાની તૈયારી બતાવી અને બદલામાં તમામ ખેડૂતોને દેવા મુક્તિના પ્રમાણપત્ર આપવા જણાવ્યું જે ભાવનગર જિલ્લા બેન્કે માન્ય રાખ્યું.

વિક્રમ સંવત ૨૦૮૨ના નવા વર્ષના પ્રારંભથી જ બાબુભાઈએ એમના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિ નિમિત્તે જીરા ગામના તમામ ખેડૂતોના દેવાની સંપૂર્ણ રકમ એક સાથે ભરી દીધી અને લાભપાંચમના પવિત્ર દિવસે ગામના દેવાદાર ખેડૂતોને દેવા મુક્તિના પ્રમાણપત્ર પણ અપાવી દીધા. આમ, માતૃભૂમિનું ઋણ ચૂકવવામાં બાબુભાઈ દ્વારા કરાયેલી આ એક નવી પહેલ સમગ્ર રાજ્ય માટે ઉદાહરણરૂપ સાબિત થશે.

મંડળીના કૌભાંડને કારણે જીરા ગામના તમામ ખેડૂતોની ૭/૧૨માં બોજાની નોંધ પડી : ૩૦ વર્ષથી આ નોંધને કારણે માનસિક તાણ ભોગવતા ગામના તમામ ખેડૂતોનું દેવું બાબુભાઈએ ચૂકતે કરી માતા સંતોકબાને ખરાં અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી અને ખેડૂતોને દેવા મુક્તિનું પ્રમાણપત્ર અપાવ્યું

Related Posts