અમરેલી

“રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ અને કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા

લોહપુરુષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ ૩૧ ઓક્ટોબરની દેશભરમાં ઉત્સાહપૂર્વક “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

જિલ્લાની વિવિધ જિલ્લા મથકની અને તાલુકા મથકની કચેરીઓમાં પણ સંલગ્ન અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓએ શપથ ગ્રહણ કરી દેશની એકતા, અખંડિતા, સુરક્ષા જાળવી રાખવા માટે સમર્પિત થવાનો સંકલ્પ લીધો હતો.

Related Posts