અમરેલી

રાજુલાના બાલાપર ગામે બીમારીથી કંટાળી ઝેરી દવા પીનારી મહિલાનું સારવારમાં મોત

રાજુલાના બાલાપર ગામે રહેતી એક પરિણીતાએ બીમારીથી કંટાળી ઝેરી દવા પીધી હતી. જેને લઈ સારવારમાં ખસેડાઈ હતી. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. આ અંગે પીઠાભાઈ વાસુરભાઈ સતીયા (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની વાલુબેન (ઉ.વ.૩૫)ને નાનપણથી જ હિસ્ટોરીયાની બીમારી હતી. જેનાથી કંટાળીને કપાસમાં છાંટવાની ઝેરી દવા પીતા સારવાર અર્થે ખસેડાઈ હતી. આ દરમિયાન તેનું મોત થયું હતું. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે. જાફરાબાદના રોહિસા ગામે જુના બસ સ્ટેશન પાસે ભાણાભાઈ છગનભાઈ સાંખટ (ઉ.વ.૩૨)ને ઈલેકટ્રિક શોક લાગતાં મરણ પામ્યા હોવાનું છગનભાઈ પાંચાભાઈ સાંખટ (ઉ.વ.૫૫)એ જાહેર કર્યું હતું.

Related Posts