જસ્ટિસ સૂર્યકાંતને ગુરૂવારે ભારતના 53માં ચીફ જસ્ટિસ નિયુક્ત કરાયા અને તેઓ 24 નવેમ્બરે પદભાર સંભાળશે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે આ અંગે જાહેરાત કરી છે. જસ્ટિસ સૂર્યકાંત જસ્ટિસ ભૂષણ આર ગવઈનું સ્થાન લેશે, જે 23 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત ભારતના હાલના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પછી સૌથી વરિષ્ઠ જસ્ટિસ છે. ચીફ જસ્ટિસની નિવૃત્તિ પછી તેઓ ભારતના 53મા ચીફ જસ્ટિસ હશે.કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે X પર એક પોસ્ટમાં કહ્યું કે, ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ ભારતના સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતને 24 નવેમ્બર, 2025 થી ભારતના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે જસ્ટિસ સૂર્યકાંતને પણ અભિનંદન પણ પાઠવ્યા.
ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક, 24 નવેમ્બરે પદ ગ્રહણ કરશે


















Recent Comments