અમરેલી

સાવરકુંડલા શહેરમાં જલારામ જયંતિ પર્વ નિમિત્તે સમૂહ પ્રસાદ ભોજન

શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા શ્રી જલારામ બાપાની જન્મ જયંતી ૨૨૬ મી ધામધૂમથી ઉજવવામાં આવેલ છે, શ્રી જલારામ બાપાના ધ્યેય મુજબ ટુકડાથી હરિ ઢુકડો જેની પરિક્ષા ખુદ ભગવાને કરી હતી જેના સાક્ષી રૂપે આજે પણ વીરપુરમાં ઝોળી ને ધોકો દર્શન કરીએ છીએ,એ જલારામ બાપા એ તેના ભક્તોની પરીક્ષા આ  ૨૨૬માં જન્મ જયંતી ઉજવવામાં લીધી જેમાં સાવરકુંડલાના રઘુવંશી  પરિવારો પાસ થયા છે, કુદરતી વરસાદ વાવાઝોડું તોફાની પવનની જોરદાર આગાહીઓ વચ્ચે સાવરકુંડલા શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ તથા સાવરકુંડલા રઘુવંશીની અખુટ શ્રધ્ધા વચ્ચે આજે દરેક વખતે જેમ જલારામ બાપાની વરણાગી ધામધૂમથી નીકળીને ભોજલરામ બાપા ગુરુ મંદિરે પહોંચી, બપોરે સમુહ જ્ઞાતિ ભોજન હજારો ભકતો એ પ્રસાદ લીધેલ જેના મનોરથી સાવરકુંડલાના માધવાણી પરિવાર હતા, જલારામ મંદિર બટુકભોજન સાધુ ભોજન  થયેલ જેના મનોરથી રાયચા, હરિયાણી તથા રાયચુરા પરિવાર હતા,રાત્રી ભોજનના મનોરથી શ્રી વીરદાદા જશરાજ સેના દ્વારા કરાવવામાં આવેલ છે, સાવરકુંડલા શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ બાપાની ૨૦૦ મી જન્મ જયંતિથી બંને સમયના સમુહ જ્ઞાતિ ભોજનનો ચીલો કરેલ છે,જે આજે પણ જલારામ બાપાની કૃપાથી ચાલુ છે, વિશેષમાં શોભાયાત્રામાં સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા હાજર, રહ્યા હતા,ગામના વિવિધ આગેવાનો હાજર રહેલા,ખુબ આનંદ વિશ્વાસ સાથે આજની જલારામ જયંતિ સમગ્ર રઘુવંશી પરિવારોના સાથ સહકારથી સંપન્ન થયેલ છે, આવતા વર્ષ ના પણ બંને સમય ના દાતા માધવાણી પરિવાર તથા કુંડલીયા પરિવાર થયેલ છે,તેમજ જલારામ મંદિર ના અન્નકુટ,બટુકભોજન, પ્રસાદીના પણ પ વર્ષના દાતા નક્કી થયા છે, જેમાં માનસેતા,મજેઠીયા,મશરૂ, માધવાણી , કુંડલીયા  માખેચા પરિવાર તરફથી નક્કી થયેલ છે એમ લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ માધવાણી, મેનેજીંગ ટ્રસ્ટી વિજયભાઈ વસાણી,ઉપપ્રમુખ રાજુભાઇ શીગાળા તથા તમામ કારોબારી કમિટીના ભાઈઓ સમગ્ર રઘુવંશી પરિવારો તેમજ દરેક નો આભાર માને છે એમ લોહાણા મહાજન ટ્રસ્ટના મંત્રી  હાર્દિકભાઈ ખીમાણી તથા રાજુભાઈ નાગ્રેચા  જણાવે છે

Related Posts