અમરેલી

સ્વ સંજયભાઈ રૂપાધડાની પુણ્યસ્મૃતિમાં સિનિયર સીટીઝન ટ્રસ્ટનો નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ એવમ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો સ્વ સંજયભાઈ રૂપાધડા ની પુણ્ય સ્મૃતિ માં યોજાયેલ સેવાયજ્ઞ માં ગુજરાત સરકાર ના આર્યુવેદીક દવાખાના અમરેલી જિલ્લા પંચાયત ના દવાખાના વિભાગ ના ડો મનીષભાઈ જેઠવા એ સર્વ રોગ નિદાન કેમ્પ માં સેવા આપી હતી રચનાત્મક સામાજિક અગ્રણી વજુભાઇ રૂપાધડા પરિવાર ના પુત્રવધુ ગંગા સ્વરૂપા ભારતીબેન સંજયભાઈ ના આર્થિક સૌજન્ય થી દર્દી નારાયણો અને સહાયકો ને અલ્પહાર ની સેવા પ્રાપ્ત થઈ હતી સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબી સેવા એ મોતિયા ના દર્દી ઓને વિના મૂલ્યે રાજકોટ લઈ જવા લાવવા રહેવા જમવા અલ્પહાર દવા ચશ્માં ટીપા સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કરી આપતા આ સેવાયજ્ઞ માં અનેક સામાજિક સ્વૈચ્છિક અગ્રણી સ્વંયમ સેવી ઓએ સેવા આપી હતી 

Related Posts