અમરેલી

ખાંભામાં સોનું આપવાના બહાને  છેતરપિંડીઃ આરોપીએ ચેકથી રૂ.૪.૮૦ લાખ પડાવ્યા

ખાંભા પંથકમાં એક વ્યક્તિ સાથે રૂ.૪,૮૦,૦૦૦ ની છેતરપિંડી થયાની ઘટના સામે આવી હતી. આરોપીએ ૫૦ ગ્રામનું સોનાનું બિસ્કિટ આપવાના બહાને ફરિયાદી પાસેથી મોટી રકમ ચેક દ્વારા પડાવી લીધી હતી અને સોનું આપ્યા વિના નાસી છૂટ્યો હતો. આ અંગે ભાભલુભાઇ પોપટભાઇ સોલંકી (ઉ.વ.૪૩) એ હિરેનભાઇ ઉર્ફે ચકુ ત્રિભોવનભાઇ સલ્લા (સોની) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, આ કામના આરોપીએ તેમનો સંપર્ક સાધ્યો હતો અને તેમને ૫૦ ગ્રામ વજનનું સોનાનું બિસ્કિટ આપવાની લાલચ આપી હતી. આ સોનાના બિસ્કિટની કિંમત આશરે રૂ.૪,૮૦,૦૦૦/- નક્કી કરવામાં આવી હતી. જે બાદ તેમની પાસેથી આરોપીએ કપટપૂર્વક અને બદદાનતથી સોનાના બિસ્કિટની કિંમત પેટે રૂ. ૪,૮૦,૦૦૦ ની રકમ ચેક દ્વારા મેળવી લીધી હતી. જોકે, પૈસા લીધા પછી આરોપીએ સોનાનું બિસ્કિટ ઇરાદાપૂર્વક આપ્યું નહોતું. આરોપીએ ફરિયાદી પાસેથી નાણાં પડાવી લીધા બાદ સ્થળ પરથી નાસી છૂટીને છેતરપિંડીનો ગુનો આચર્યો હતો. ફરિયાદીએ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.એમ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts