અમરેલી

અમરેલી જિલ્લા પંચાયત સહકાર શાખાના સિનિયર ક્લાર્ક દીપ્તિબેન ત્રિવેદી નો વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા આઈ.એ.એસ.ના અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયત સહકાર શાખાના સિનિયર ક્લાર્ક દીપ્તિબેન ડી. ત્રિવેદી વય મર્યાદા થી નિવૃત થતા તેમનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આતકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અર્પણ ચાવડા, બ્રહ્મ સમાજના અગ્રણી અને કેળવણીકાર અશોકભાઈ જોશી, આઈ.સી.ડી.એસ. વિભાગ માંથી ઉદયભાઈ વાવડીયા, ઈગ્રામ ડી.એલ.ઈ. જ્યંતીભાઈ સોંદરવા તથા જીલ્લા પંચાયત ની તમામ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા તથા ડી.ડી.ત્રિવેદી ના કુટુંબના સભ્યો તેમજ શુભેચ્છકો પણ હાજર રહી વય નિવૃત્તિની શુભેચ્છા પાઠવેલ જીલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા એ પોતાના વ્યક્તવ્યમાં ત્રિવેદીના કાર્યકાળ દરમિયાન કામગીરી યાદ કરી વય નિવૃત્તિની શુભેચ્છા પાઠવેલ.

Related Posts