અમરેલી

એડવોકેટ સંદીપ પી પંડ્યાની ધારદાર દલીલોઅને કાયદાકીય ઝીણવટ ભરી રજૂઆતોના અંતે આરોપીઓના જામીન મંજૂર કરાયા

અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ભારમાં ચકચાર એવી ધારી તાલુકાના ગઢીયા ગામે આવેલ દાનેવ આશ્રમમાં તલવાર વડે મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો સહિત ના ગુન્હા માં આરોપીના જામીન મંજુર કરાવતા એડવોકેટ સંદીપ પંડ્યા

ધારી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદ માં બી એન એસ કલમ 109(1)332(b).115(2).352.351(3).54. જી. પી. એક્ટ 135 મુજબ આ કામના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલ. અને બંને આરોપીઓ દાદાભાઈ કથાભાઈ માંજરીયા પહુભાઈ કથા ભાઈ માંજરીયા ની અટક કરવામાં આવી હતી.
આ કામની નોંધાયેલ ફરિયાદ મુજબ ટૂંકી હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઢીયા ગામે દાનેવ આશ્રમમાં જેસીબી વડે કામ કરતા હોય તે દરમિયાન આ કામના આરોપી દાદાભાઈ કથા ભાઈ માંજરીયા તેના હાથમાં તલવાર લઈને તથા પહુભાઈ કથાભાઈ માંજરીયા પોતાના હાથમાં કુહાડી લઈને આશ્રમની અંદર ગુનાહિત અ પ્રવેશ કરી આ કામના ફરિયાદીને કહેવા લાગેલ કે આ જેસીબી થી કોને પૂછીને કામ ચાલુ કરેલ છે અહીં કોઈ કામ કરવાનું નથી અહીંથી જતો રહેજે નહીંતર મારી નાખી સળગાવી દઈ હાડકા હાથમાં નહીં આવવા દઈએ તેવી ધમકી ગાળો આપતા આ કામના ફરિયાદી આશ્રમ અંદર કપડાં પહેરવા ગયેલ તે સમયે આ કામના આરોપી દાદભાઈ કથા ભાઈ માંજરીયા તથા પહુભાઈ દાદભાઈ માંજરીયા એ બે અજાણ્યા ઇસમોને બોલાવતા બે અજાણ્યા ઈસમો પણ જે બંને હાથમાં લોખંડનો પાઈપ લઈ આશ્રમની અંદર ગુનાહિત અપ પ્રવેશ કરી ફરિયાદીને ગાળો આપતા ફરિયાદી તેને સમજાવવા જતા આ કામના ચારેય આરોપીએ એકદમ ઉશકેરાઈ જય ફરિયાદી સાથે મારામારી કરી અને આ કામના આરોપી દાદાભાઈ તેના હાથમાં રહેલ તલવાર વડે ફરિયાદીને મારી નાખવાના ઇરાદે ફરિયાદીના માથાના ભાગે એક ઘા મારી તેમજ ચારેય આરોપીએ ફરિયાદીને શરીરે આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી. ત્યારબાદ બંને આરોપીઓ નેં કોર્ટમાં રજૂ કરેલ ત્યારબાદ બંને આરોપી ઓ તરફે ની ધારી એડિશનલ સેશન્સ કોર્ટમાં એડવોકેટ સંદીપ પી પંડ્યા દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી તે જામીન અરજીની સુનવણી દરમિયાન એડવોકેટ સંદીપ પી પંડ્યા ની ધારદાર દલીલો અને કાયદાકીય ઝીણવટ ભરી રીતે કાયદાકીય રજૂઆતોના અંતે નામદાર કોર્ટ બંને આરોપી દાદાભાઈ કથાભાઈ માંજરીયા. તથા પહુંભાઈ કથાભાઈ માંજરીયા ના રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે.

Related Posts