દામનગર સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને દામનગર સેવા સહકારી મંડળી લિમીટેડ (જી.અમરેલી) નાં ૭૫ વર્ષ પુર્ણ થતા “અમૃત મહોત્સવ ઉજવણી” પ્રસંગે હોસ્પિટલનાં દર્દીનારાયણની સારવારઅર્થે સહભાગી થવાનાં શુભાશયથી રૂ.૨૫,૦૦૦/- અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરાનો ચેક વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકો ના ચેરમેન અને અમરેલી જીલ્લા બેંકના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી અને દામનગર મંડળીના પ્રમુખ શ્રી હરજીભાઈ નારોલા ના હસ્તે હોસ્પિટલનાં ઉપપ્રમુખશ્રી બી.એલ રાજપરા ને અર્પણ કરેલ છે.આ પ્રસંગે અમરેલીનાં પૂર્વ સાસંદશ્રી નારણભાઈ કાછડિયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, જીલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખશ્રી જંયતીભાઈ પાનસુરીયા, જીલ્લા સંઘના પ્રમુખશ્રી મનીષભાઈ સંઘાણી તથા નિવૃત IPS અધિકારીશ્રી હરીકૃષ્ણભાઈ પટેલ ઉપસ્થિત ૨હયા હતા.
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને રૂ.૨૫૦૦૦ હજાર દામનગર સેવા સહકારી મંડળી ના “અમૃત મહોત્સવ ઉજવણી” પ્રસંગે દર્દી કલ્યાણ અર્થે ભેટ



















Recent Comments