સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામમાં છેલ્લા પાંચ દિવસથી અતિભારે માવઠારૂપી વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે સમગ્ર સાવરકુંડલા તાલુકાના સ્થાનિક ખેડૂત વર્ગને અપાર આર્થિક નુકસાન પહોંચ્યું છે આ વરસાદને કારણે ગામના તૈયાર પાકો તથા ઊભા પાકોને ભારે નુકશાન થયેલ જેમાં કપાસ, તલ અને મગફળી જેવા મુખ્ય પાકોનો સમાવેશ થાય છે અનેક ખેતરોમાં પાકો પલળી ગયા છે જ્યારે કેટલાકમાં તણાઈ જવાના કારણે ઉપજ સંપૂર્ણપણે નાશ થવા પામ્યો છે આ નુકસાનથી ખેડૂતોની આર્થિક સ્થિતિ અને તેમના પરિવારોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે જેથી ગ્રામીણ ગામોના આર્થિક વિકાસને પણ અસર થઈ હોવાથી સાવરકુંડલા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ઈલાબેન નાકરાણી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના રોજગાર અને જીવનને લેવાની કૃષિમંત્રી અને ધારાસભ્યને પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે. તેમણે વહેલામાં વહેલી તકે પાક નુકસાનીનો વિગતવાર સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પેકેજ પૂરું પાડવામાં આવે તથા સર્વેમાં ખેતરોની હાલની સ્થિતિ નુકસાનનું મૂલ્યાંકન અને ખેડૂતોની સંખ્યા જેવી વિગતોનો સમાવેશ થવો જોઈએ તેવી માંગ કરી છે.
સાવરકુંડલા તાલુકામાં ખેતીના પાકોમાં નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવી સહાય પેકેજ આપવા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ઈલાબેન નાકરાણીએ કૃષિમંત્રીને પત્ર પાઠવી માંગ કરી


















Recent Comments