અમરેલી

માવઠાથી નુકસાન અંગે લીલીયાના સરપંચોએ TDOને આવેદનપત્ર આપ્યુંઃ ‘સર્વે વિના ૧૦૦% સહાય પેકેજ’ જાહેર કરવાની માગણી

લીલીયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે કમોસમી વરસાદને કારણે ખેતીપાકને થયેલા વ્યાપક નુકસાન બાબતે તાલુકાના તમામ ગામના સરપંચોએ એકઠા થઈને તાલુકા વિકાસ અધિકારી TDO ને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ આવેદનપત્રમાં સરપંચોએ મુખ્યત્વે બે માગણી કરી હતી જેમાં નુકસાનીનો સર્વે કર્યા વગર જ તાત્કાલિક સહાય જાહેર કરવી અને ખેડૂતોને પૂરતું વળતર મળી રહે તે માટે ત્વરિત કૃષિ પેકેજ જાહેર કરવું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, કમોસમી વરસાદના લીધે મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખેતીપાકોને સંપૂર્ણપણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. હાલની સ્થિતિ મુજબ ખેતરો પર જઈને સર્વે કરી શકાય તેવી સ્થિતિ નથી, તેથી તમામ ગામના ખેડૂતોને ૧૦૦% સહાય પેકેજ જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે.

Related Posts