અમરેલી

સાવરકુંડલામાં ઉજવાયો સંત શ્રી મહાત્મા મુળદાસજીનો ૩૫૧મો જયંતિ મહોત્સવ

યુગાબ્ધ ૫૧૨૭ વિક્રમ સવંત ૨૦૮૨ કારતક સુદ ૧૧!! તા.૨/૧૧/૨૦૨૫ રવિવારના રોજ સાવરકુંડલા સમસ્ત લુહાર સમાજ તેમજ શ્રી મુળદાસ યુવક મંડળ દ્વારા લુહાર કુળભૂષણ સંત શ્રી મહાત્મા મુળદાસજીની ૩૫૧ની જન્મ જયંતી ભાવપૂર્વક ઉજવવામાં આવી હતી.

આ પ્રસંગે સંત શ્રી મહાત્મા મુળદાસજીનું પૂજન . ધજા રોહણ. તેમજ આરતી. હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. પૂજન વિધિમાં કેશુભાઈ નારણભાઈ મકવાણા પરિવારમાંથી શ્રીમતી પ્રફુલાબેન તથા મહેશભાઈ કેશુભાઈ મકવાણા પૂજ્ય શ્રી મુળદાસ બાપાની પૂજન વિધિનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તેમજ આ માંગલિક પ્રસંગે જ્ઞાતિના વડીલ. જ્ઞાતિ પ્રમુખ કારોબારી કમિટી. તેમજ જ્ઞાતિમાં ચાલતા દરેક મંડળ સહિત સમસ્ત લુહાર પરિવાર સહભાગી બની પૂજ્ય શ્રી મુળદાસ બાપાના પૂજન અર્ચનનો લાભ લીધો હતો

Related Posts