સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી એક યુવતીને ભારે પડી ગઈ. ઇન્સ્ટાગ્રામ પર પરીચય કેળવ્યા બાદ સગીર વયની દિકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ગેંગને ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, આરોપીઓ સમિનાબેન શાહમદાર, ફેજાન ચાનીયા, સતીશ ગોહીલ અને આફતાબ જુણેજાે ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાની સાથે ઓળખાણ કરી હતી. ધીમે ધીમે વાતચીત વધારી વિશ્વાસ જીત્યો બાદ યુવતીને ફોસલાવી રાજકોટ બહાર લઈ જઈ શારિરિક શોષણ કર્યું હતું.
યુવતી લાપતા થવાની ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસે તકેદારીપૂર્વક તપાસ હાથ ધરી હતી. મોબાઈલ લોકેશન અને સોશિયલ મીડિયા ડેટા આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચી ચારેયને ઝડપી પાડ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ ચારેય આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.
ભક્તિનગર પોલીસની આ કાર્યવાહીથી સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપના નામે થતી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ચેતવણીરૂપ સંદેશો ફેલાયો છે.




















Recent Comments