તારીખ ૧ નવેમ્બર શનિવારે શિશુવિહાર પરિસરમાં 34 મો વૃદ્ધજન સન્માન સમારોહ યોજાઈ ગયો….આ પ્રસંગે વિદ્યાનિધિ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વામીની શ્રી સુલભાનંદાજી એ વડીલોને આનંદમાં રહીને જીવન સંધ્યાને રંગોથી ભરી દેવા પ્રેરક વિચારો આપ્યા હતા.. આ ઉપક્રમે ભાવનગરના પ્રયોગશીલ ખેડૂત શ્રી વીરજીભાઈ જસાણી .. શ્રીમદ રાજચંદ્ર આશ્રમના અંતે વાસી શ્રી મહેન્દ્રભાઈ શાહ. તેમજ ભાવનગરના સનિષ્ઠ શિક્ષક અને આજે 92 વર્ષે પણ જીવન પ્રત્યે હકારાત્મક રહી કાવ્ય અને ચિત્રના સર્જક શ્રી વિદ્યાબેન ઓઝા નું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું…
સવિશેષ 15 ઓગસ્ટ થી શિશુવિહાર પ્રાંગણમાં પ્રત્યેક ગુરુ અને શુક્રવારે ચાલતા વડીલ વંદના કાર્યક્રમના સંચાલક શ્રી રોબર્ટભાઈ ફર્નાન્ડિસ નું વિશેષ અભિવાદન આવકારદાય રહ્યું હતું…
વડીલો નિજાનંદ સાથે સમાજ ઉપયોગી જીવન જીવવા પ્રેરિત રહે તેમજ પરિવાર સાથે સંવાદ સાધવામાં વિચારશીલ રહે તેવા ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ યોજાતા કાર્યક્રમમાં 250 થી વધુ વડીલો સહભાગી થયા હતા. વડીલો માટેની સ્મૃતિ ભેટ સાથે યોજાયેલ કાર્યક્રમનું સંકલન ડોક્ટર છાયાબેન પારેખે કર્યું . આ ઉપક્રમે સિદ્ધિવિનાયક હોસ્પિટલ દ્વારા તમામ વડીલોને સ્વાસ્થ્ય લક્ષી સુવિધા આપવામાં આવેલ. ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમ નું સંચાલન શ્રી ધર્મેશભાઈ વડોદરિયા ના સંકલનમાં શિશુવિહાર ટીમ દ્વારા થયું.




















Recent Comments