ભાવનગર

ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ નવેમ્બરના રોજ યોજાશે

ઉમરાળા તાલુકા કક્ષાનો નવેમ્બર – ૨૦૨૫ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા. ૨૬/૧૧/૨૦૨૫ (બુધવાર)
ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં ગ્રામ્ય અને તાલુકા
કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.
અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ
છે. પ્રશ્નો રજૂ કરવા માટે જે-તે અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે મામલતદારશ્રી,
ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
આ કાર્યક્રમમાં જે પ્રશ્નો અંગે કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ અરજદારે જાતે રૂબરૂ
હજાર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે. સામૂહિક રજૂઆત કરી શકાશે નહીં તેમ ઉમરાળા
મામલતદારશ્રી ની યાદીમાં જણાવેલ છે.

Related Posts