ભાવનગર જિલ્લામાં નવેમ્બર – ૨૦૨૫ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૬/૧૧/૨૦૨૫ (બુધવાર)
ના રોજ સંબંધિત મામલતદા૨ કચેરી ખાતે યોજાશે. જેમાં જિલ્લા કલેકટરશ્રી જેસર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
ગારિયાધાર તથા પોલીસ અઘિક્ષકશ્રી ઘોઘા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં
સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ સંચાલન ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/ રજૂઆત, જે
પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર
સાથે તા.૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધીત તલાટી કમ
મંત્રીશ્રીને ૨જુ ક૨વા જણાવવામાં આવે છે.
ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૬ નવેમ્બરના રોજ યોજાશે



















Recent Comments