અમરેલી

ઉનામાં કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત

ખેડૂતનો સરકારમાં અવિશ્વાસ તો નહીં પ્રતિબિંબિત થતો હોય ? આ ઘટનામાં કે પછી કોઈ બીજું ફેક્ટર?

વહીવટી પ્રક્રિયા પુરી કરે,નિર્ણય લે,જાહેર કરે,અમલ કરે, પહોંચે ખેડુ સુધી ત્યાં લગી તો કેટલા ખેડુ ” ઉપર” નો પહોંચી જાય! તો સારું.

આ પાસાની દરકાર અત્યારે જ લેવી ઘટે.

ખેડૂતો અધટિત  પગલા ના ભરે તે માટે સરકારે શું કર્યું ?

જેમ બોર્ડનું પરિણામ નબળુ આવે અને કોઈ વિદ્યાર્થી ડેમમાં ઝંપલાવીને કે અન્ય કોઈ માધ્યમથી નાસીપાસ થઈને આત્મહત્યા કરે તેવી જ રીતે જ્યારે જીવન કફોડી સ્થિતિમાં મુકાઈ અને આશાનો દીપ બુઝાઈ જાય ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ આડું અવળું પગલું ભરી શકે છે.

આ સંદર્ભે સરકારશ્રીએ ડીઝાસ્ટર મેનેજમેન્ટ જેવી કોઈ કાઉન્સેલીગ વ્યવસ્થા કરવી જોઈએ એવું બુધ્ધિજીવોમાં ચર્ચાઈ રહ્યું છે. આશા રાખીએ કે અન્ય કોઈ ભૂમિપૂત્રનો આ કમોસમી વરસાદની નુકસાનીને કારણે પોતાનો જીવનદીપ બુઝાવા કોશિશ કરે તે પહેલા તેને સરકાર કોઈ સકારાત્મક નિર્ણય લઈને આવા કમોતને રોકવા કોઈ એક્શન પ્લાન તુરંત તૈયાર કરી અમલી બનાવે રાજીવના એક આત્મદાહથી વી.પી. સરકાર પડી ગઈ હતી.તેમ મનાય છે.

તો ઉનાના ખેડૂતનો આપઘાત આવું રાજ્ય વ્યાપી આંદોલનનું સ્વરૂપ ન લે તે માટે પણ તંત્ર સફાળું જાગે એ સમયની માંગ છે

–બિપીનભાઈ પાંધી હર્ષદભાઈ જોશી

Related Posts