અમરેલી

જાફરાબાદના વઢેરા ગામે પાણીના ખાડામાં ડૂબી જતા આધેડનું મોત

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે કમોસમી માવઠાના કારણે સર્જાયેલા પાણીના ખાડામાં ડૂબી જવાથી એક મજૂરનું કરુણ મોત નિપજ્યું છે. વઢેરા ગામના ૫૦ વર્ષીય મજૂર ગોવિંદભાઈ નારાયણભાઈ સોલંકી ખારાપાટ વિસ્તારમાં પાળા નજીક ડૂબી ગયા હતા. વહેલી સવારે ગુમ થયા બાદ પરિવારજનો અને ગ્રામજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. તેમની લાશ વઢેરાના પ્લોટ વિસ્તારમાં આવેલ પાળા પાસેથી તણાયેલી હાલતમાં મળી આવી હતી.

Related Posts