સંબંધોમાં શંકા અને ગુસ્સો કઈ હદે વધી શકે છે, તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. અમરેલીમાં એક ચોંકાવનારી ઘટનામાં, પત્નીએ પતિના મોબાઈલ ફોન પર આવેલો કાલ ઉઠાવતા પતિને તે સારું ન લાગ્યું. આ બાબતે ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ગંદી ગાળો ભાંડી હતી અને શારીરિક ત્રાસ આપીને માર માર્યો હતો. અમરેલીમાં રહેતી સબાનાબેન રૂસ્તમભાઇ પઠાણ (ઉ.વ.૩૨)એ પતિ રૂસ્તમભાઇ રફીકભાઇ પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ અને આરોપી બંને પતિ-પત્ની છે. બનાવના દિવસે આરોપી પતિ ઘરે સૂતા હતા, ત્યારે તેમના ફોન પર કાલ આવ્યો હતો. પત્નીએ તે કાલ ઉપાડતાં, આરોપી પતિને આ કૃત્ય પસંદ આવ્યું નહોતું. તેમણે પત્નીને ભૂંડી ગાળો આપી હતી. તેમજ, પતિએ પત્નીના વાસાના ભાગે તથા પગના ભાગે મુંઢ ઈજાઓ પહોંચાડીને શારીરિક ત્રાસ આપ્યો હતો. આ ઘરેલું હિંસાના બનાવ બાદ પત્નીએ આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે એસ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.
અમરેલીમાં ૫ત્નીએ પતિના મોબાઈલ ફોન પર આવેલો કોલ ઉઠાવતા હૂમલો


















Recent Comments