અમરેલી

તાલુકા કક્ષાની અંડર ઇલેવન ચેસની સ્પર્ધામાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના વિદ્યાર્થીનું શ્રેષ્ઠ પ્રદર્શન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત આજરોજ સાવરકુંડલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો શુભારંભ થયો હતો. જેમાં આજરોજ વિવિધ કેટેગરીની ચેસ અને  અને યોગાસન સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનો ધોરણ છ નો વિદ્યાર્થી જોષી મિહિર અંડર ઇલેવન ચેસની સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં દ્વિતીય નંબરે આવેલ હતો. આગામી સમયમાં તેઓ જિલ્લા કક્ષાની ચેસની સ્પર્ધામાં સાવરકુંડલા તાલુકાનું  પ્રતિનિધિત્વ કરશે. આ તકે સ્વામીનારાયણ ગુરુકુળ સ્પોર્ટ્સ ટીચર તેમજ માર્ગદર્શક દિગ્વિજયસિંહ ઝાલા સાહેબ તથા શાળાના આચાર્યશ્રી ગૌરાંગસર દ્વારા જિલ્લા કક્ષા માટે મિહિરને  શુભેચ્છા પણ પાઠવવામાં આવી રહી છે. શુભમ ભવતું એવા આશીર્વાદ સંસ્થાના વડા પૂ ભગવતપ્રસાદદાસજી સ્વામી, પ્રમુખ હરિપ્રસાદદાસજી સ્વામી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીએ દ્વારા આપવામાં આવૂલ આ સાથે મિહિર તમામ ક્ષેત્રે સતત પ્રગતિ રહે તેવા આશીર્વાદ સાથે ઝાઝાથી જય સ્વામિનારાયણ પણ કહ્યાં હતાં.

Related Posts