સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત આજરોજ સાવરકુંડલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ શુભારંભ થયો હતો .જેમાં આજરોજ વિવિધ કેટેગરીની ચેસ તથા યોગાસનની સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં સાવરકુંડલાની સરકારી શાળા તાલુકા શાળાના ધોરણ સાતનો વિદ્યાર્થી બોસમીયા જીત યોગાસનની સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર આવ્યો હતો તથા ધોરણ સાત નો વિદ્યાર્થી પરમાર રુદ્ર અંડર 14 ચેસની સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં દ્રિતીય નંબર આવેલ .આગામી સમયમાં બંને વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે .આ તકે શાળાના સ્પોર્ટસ ટીચર અલ્પેશભાઈ સીતાપરા તથા માર્ગદર્શક હિતેશભાઈ જોષી, આચાર્ય ભૂમિકાબેન દ્વારા બંને વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષા માટે શુભેચ્છા આપેલ.
તાલુકા કક્ષાની અંડર 14 યોગાસન અને ચેસની સ્પર્ધામાં તાલુકા શાળાના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન












Recent Comments