ભાવનગર

ભાવનગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ

ભાવનગર જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ
ભાવનગર જિલ્લાના તાબા હેઠળની તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં ૪ નવેમ્બર ૨૦૨૫થી જિલ્લામાં
મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ કરાયો છે.
ભાવનગર જિલ્લામાં તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને
મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ (ગણતરી પત્રક) વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ સમયગાળા
દરમિયાન મતદારો ગણતરી પત્રક (Enumeration Form)  તેમને મળ્યા બાદ તેમાં વિગતો ભરીને બી.એલ.ઓ.ને
ગણતરી ૫ત્રક (Enumeration Form) જમા કરાવવાનું રહેશે.
ત્યારબાદ વિધાનસભા મતદાર વિભાગના તમામ ભાગોમાંથી ૫રત મળેલ તમામ ગણતરી ૫ત્રકો (Enumeration
Form) ની મુસદ્દા મતદારયાદી સબંધિત ભાગના મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા તા.૦૯/૧૨/૨૦૨૫ ના રોજ
પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે ૫રત ન મળેલ ગણતરી ૫ત્રકો (Enumeration Form) ની અલગ યાદી બનાવી
નિયત સ્થળો ૫ર લગાવવામાં આવશે. ત્યારબાદ આ તમામ ફોર્મની ચકાસણી કરી સબંધિત તમામ મતદાર નોંધણી
અધિકારીશ્રી દ્વારા નિર્ણયની કામગીરી, પુરાવાની જરૂરીયાત હોય તેવા મતદારોને નોટીસ આપી સુનાવણીની કામગીરી
હાથ ધરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે..

Related Posts